________________
દાસ્યભક્તિ
૩ર૩ એક યત્ન તે દાસ્યભક્તિ, તેમાં પણ હનુમાન ઉપર પ્રભુએ દાસ્યભક્તિને જેવો બોજ નાંખ્યું હતું તે એ સામાન્ય મનુષ્ય ઉપર નાંખતા નથી. સામાન્ય મનુષ્ય તે પ્રભુને “બાગ લગાવે તે બસ છે. આ સંસારરૂપી વાડીમાં મનુષ્ય બાગવાનનું કામ કરવાનું છે. જમીનને ગેડીને પિચી અને રસાળ કરવાની છે, ઝાંખરાં અને કાંટા કાઢી નાખવાના છે, ઝાડને પીણું પાઈને ઉછેરવાનાં છે, પુષ્પ વીણવાનાં છે, માળા ગૂથવાની છે, પ્રભુને ચઢાવવાની છે. રૂપક કાઢી નાંખીને બેલીએ તે, મનુષ્ય પુષ્કળ પ્રેમ પ્રયાસ અને ચતુરાઈથી આ સંસારને સુન્દર બનાવવાનું છે, અને પ્રભુને ચરણે ચઢાવવાનું છે. મહારી જાતને હું શુદ્ધ અને સુન્દર બનાવું અને પ્રભુને અર્પણ કરું–કારણ કે એવું જ અર્પણ એ સ્વીકારે છે–એટલું પણ બસ નથી. મહારી જાતને શુદ્ધ અને સુન્દર બનાવવાની સાથે, આ સંસારને પણ હું શુદ્ધ અને સુન્દર બનાવું એવી મારી અભિલાષા અને કૃતિ હોવી જોઈએ. અને તે પણ પ્રભુને અર્થે જ જેણે સંસાર સુધાર્યો એણે પ્રભુની સેવા કરી જ-કારણ કે સંસારમાંથી બહાર અને જુદે કઈ ઈશ્વર નથી એમ કહેવામાં આવે પણ વસ્તુતઃ આમ કહેનાર નિરીશ્વરવાદી આ સંસારનું સ્વરૂપ સમઝવામાં ભૂલ કરે છે. સંસાર પત્થરની શિલા જેવો નથી કે જેમા થઈ પરતત્વનું પ્રતિબિંબ ન પડી શકે કે જેની પાર જોઈ શકાતુ ન હોય. એ તે નિર્મળ કાચના જેવો છે, જેને પર તત્ત્વનું પ્રતિબિમ્બ ઝીલતે કરો વા જેની પાર પર તત્ત્વનું દર્શન કરવું એ આપણું હાથમાં છે. જે મનુષ્ય “સંસારમાં સરસ રહીને જ, તેમાં “સરસો” રહીને પણ, “મન”હારી–પરમાત્માની—“પાસ” રાખે છે, તે જ જીવનનું પરમ અને સંપૂર્ણ પ્રયજન સિદ્ધ કરે છે. બાગવાનને આનન્દ માત્ર બાગમાં મજૂરી કરવામાં જ સમાપ્ત થવો ન જોઈએ. બાગનાં ફૂલ જેઈ, બાગના ધણુ પાસે જઈ એનાં દર્શન કરવાની પણ એની ઈચ્છા હોવી જોઈએ.
મીરાં કહે છે કે “વાર રહેવું, વા કું' પણ તેની જ સાથે “નિત ૩૪ રન પાકું નિત્ય ઉઠીને પ્રભુનાં દર્શન પામીશું એ અભિલાષ વિના જીવન નીરસ છે, મજુરી છે, ઉદ્દેશરહિત અને આંધળું છે.
ગોપીઓએ પ્રભુનાં ગાન ગાઈને વૃન્દાવનની કુંજગલીઓને પ્રભુની બંસરી' સમાન કરી મૂકી હતી. તે જ પ્રમાણે, મીરાં પણ આ સંસારરૂપી વૃન્દાવનની કુંજગલીઓમાં-જ્યાં પરમાત્મા ભક્તને મળવાને ઉત્સુક ઉસુક નિત્ય ફર્યા કરે છે–પ્રભુની લીલા ગાવા ઈચ્છે છે “તારી છીછા જાણું” એવી અભિલાષાના આન્દ્રમાં રાચે છે.