________________
વામનાતાર
૧૫
કદાચ કહેવાશે. પરંતુ એના સમાધાનમાં કહેવાનું કે વસ્તુસ્થિતિ જ એવી છે. ધર્મ મનુષ્યને સહજ છે, અમુક અમુક વૃત્તિમાંથી ભ્રાન્તિ થઈને ધર્મ ઉત્પન્ન થયે એમ નથી. પણ જેમ મનુષ્યને જેવું સાંભળવું ખાવું પીવું હળવું મળવું ઇત્યાદિથી આરંભી, ગૃહ રાજ્ય સાહિત્ય કલા આદિ મહાન તન્નો વિસ્તારવાં, એમાં ભાગ લેવો, એમાં આત્માનુભવ અને આત્મસંતોષ કરવો એ સ્વાભાવિક છે, તેમ ધર્મને આવિર્ભાવ પણ એનામાં સ્વભાવથકી જ થાય છે. હેમર ઠીક જ કહે છે કે –
“As young birds open their mouths for food, all men crave for the gods."
(=“જેમ પક્ષીનાં બચ્ચાં ખોરાક માટે ચાંચ ઉઘાડે છે, તેમ સર્વ મનુષ્યને ઈશ્વરની આકાંક્ષા રહે છે.)
પૂર્વોક્ત વિદ્વાની ભૂલ એ થાય છે કે જેને તેઓ ધર્મનું આદિ કારણ કહે છે તે વસ્તુતઃ એના આવિર્ભાવના માત્ર પ્રસંગે જ છે—જેને વેદાન્તની પરિભાષામાં આવિભાવના ઉપાધિઓ કહીએ તે છે. અમુક દેશકાળમાં પરમ તત્ત્વની ભાવનાએ અમુક સ્વરૂપ લીધુ, બીજે બીજું લીધું ઇત્યાદિથી સિદ્ધ એ થાય છે કે તે તે દેશકાળાદિ ઉપાધિઓ ધર્મના આકારની વિવિધતામાં હેતુભૂત છે, ધર્મના અસ્તિત્વમાં નહિ–અર્થાત એથી ધર્મના આવિભવનું વૈચિય ફલિત થાય છે, ધર્મની સ્વભાવસિદ્ધતાને નિષેધ થતું નથી. મનુષ્ય ગગનમંડળની ભવ્યતા કે શાંતિ જોઈ પરમ તત્વના સ્વરૂ૫ની અમુક કલ્પના કરી, પ્રચંડ વાયુ પ્રકોપ જોઈ બીજી કરી, પિતા– પુત્રને નેહ જોઈ ત્રીજી કરી, પરંતુ એ સર્વમાં પરમ તત્ત્વનું અસ્તિત્વ તે સમાન રીતે સ્વીકારાએલુ જ છે.
પરંતુ હજી એક શંકા ઊભી રહે છે કે ધર્મ સ્વભાવસિહ ભલે હોય પણ જ્યાં સુધી વિચારષ્ટિએ એની યથાર્થતા સિદ્ધ થઈ નથી ત્યાં સુધી બુદ્ધિમાન મનુષ્ય સ્વીકારવા જેવો એ પદાર્થ નથી. આ શંકાના ઉત્તરમાં કહી શકાશે કે એનું સ્વભાવસિદ્ધ અનિવાર્ય—હેવું એ જ વિચારમાં લેવાની એક સાધારણ દલીલ નથી. પણ ખરું જોતા એ જેમ સ્વભાવસિદ્ધ છે, તેમ વિચારસિદ્ધ પણ સારી રીતે છે. મનુષ્યને સમગ્ર આત્મા પwતરા સાથે નિકટ સંબધ ધરાવે છે. એની ઈન્દ્રિયોને વ્યાપાર પરમ તત્ત્વના સિબ્ધ ઉપર જ ચાલે છે. જે જે વિષયોનું એ ગ્રહણ કરે છે એ એ મહાન સિબ્ધ ઉપર તરતા દ્વીપ જેવા, અથવા વધારે ઘટતું ઉપમાન