________________
વામનાવતાર
૩૧૩
નાંખે છે; અને એની પાસે પરમાત્માને અર્પણ કરવા માટે પેાતાની ગણી શકાય એવી એક પણ વસ્તુ અવશિષ્ટ રહેતી નથી. આખરે એ પેાતાના આત્મા પણ એને સમપી દે છે, અને એ સમર્પણમાં જ એ કૃતકૃત્યતા પામે છે. તાત્પર્ય કે (૧) મનુષ્યે ઈશ્વરને શેાધવા ભટકવું પડે એમ નથી. એનામાં સ્વાર્થત્યાગની વૃત્તિ હશે તો ન્હેલે મેાડે એ સ્વયં આવી ઊભે રહેશે. (૨) ધર્મભાવના પ્રથમ આ ઇન્દ્રિયગ્રાહ્ય જડ જગતને; પછી આ ઉભયથી, પર ~~ વિશ્વની ન્યાયમય વ્યવસ્થા ખાતર સ્વીકારેલા—સ્વર્ગને; પછી ઉભયથી પર પણ છવથી ભિન્ન માનેલા એવા સગુણબ્રહ્મરૂપી છાલેાકને; અને આખરે જીવાત્માને પરમાત્માના સ્વરૂપથી ભરી નાંખે છે.
આ રીતે આ આખ્યાયિકામાંથી આપણુને ધર્મના (૧) નિદાન ( Origin )સમ્બન્ધ અને (૨) વિકાસ ( Growth ) સબંધે બહુ ઉપયેાગી ખેાધ મળે છે, જેનું વિશેષ સ્પષ્ટીકરણું અને કરવા જેવું છે. ધર્મના નિદાન વિષે અનાદિકાળથી અનેક તર્કી થતા આવ્યા છે. લેાકાયતિકા ધર્મને ધૃત જનેાએ કલ્પેલી વ્યવસ્થા માનતા. પ્લિનિનું એવું કહેવું હતું કે ધર્મ કેવલ અશક્તિ અને ભયમાંથી જ ઉત્પન્ન થાય છે, અને આ જગથી પર કાઈ ઈશ્વર એવા પદાર્થ હાય તા પણ એનું જ્ઞાન થવું સર્વથા અશક્ય છે. આપણા ણા ગ્રેડયુએટા પણ વિચારેઅવિ ચારે કાંઈક આવા જ મતનું ગ્રહણ કરી લે છે. વર્તમાન સૈકામાં યૂરોપના કેટલાક અનીશ્વરવાદી તથા જડવાદી વિદ્વાનાએ ધર્મની ઉત્પત્તિ સમન્યે અનેકાનેક કલ્પનાઓ રચી છે, અને એમાં તે જંગલી પ્રજાએાના અવલેાકનનું પ્રમાણ આપે છે. તેઓના સામાન્ય રીતે એમ બતાવવાના યત્ન છે કે ધર્મ એ એક વખત ઉપયાગી વ્યવસ્થા હતી; કદાચ હેજી પણ ઉપચેાગી છે એમ કહી શકાય, પણ એમાં યથાર્થતાનું કે આવશ્યકતાનું કાંઈ તત્ત્વ નથીઃ · પરમેશ્વર, આત્મા,’ અમૃતત્વ, ' · કર્તવ્ય, ' ( પરમતત્ત્વ પ્રતિ જવાબદારી )આદિ વિચારા મનુષ્યને સામાજિક નિયત્રણમાં રાખવા માટે માત્ર ઉપયેગી યુક્તિઓ છે; એ કરતાં એમાં અધિક ગંભીરતા કે સત્ત્વ નથી. કેટલાકના મતમાં, સ્વપ્નના અનુભવમાંથી પ્રેતની, પ્રેતમાંથી આત્માની, અને આત્મામાંથી પરમાત્માની કલ્પના થઈ; તા ખીજા કેટલાક, પડછાયા અને પ્રતિબિંબ જેવા મનાવાને જ એ કલ્પનાનું પ્રથમ કાર માને છે. કેટલાક કહે છે કે જંગલી અવસ્થામાં મનુષ્યને પ્રકૃતિના સંક્ષેાભક અનાવા જોઈ ને ભય ઉત્પન્ન થાય છે તેમાંથી ધર્મના ઉદય છેઃ તા કેટલાક બતાવે છે કે ગગનમ`ડળની ભવ્ય અને સુન્દર રચના જોઈ થતા આશ્ચર્ય
" "
" "
૪૦