________________
“ હારી,
૧૧
થાય. વળી, જેમ કૃષ્ણનું રાધિકા સાથે રમવું તે કેવળ નિષિ-નિક્ષેપ રમત રૂપ હતું, તેમ પરમાત્મા પણ બુદ્ધિના સંગમાં ચિદાભાસ બનેલા દેખાતાં છતાં, બુદ્ધિથી નિર્લિપ્ત અને સ` આભાસરહિત કૈવલ ચૈતન્યધન કાયમ રહે છે. વળી, ક્રાઇને એમ શકા થતી હોય કે જગદ્ગુરુ કૃષ્ણ ભગવાનને ગુરુ કેવા ?—તા એ શંકા વાસ્તવિક છે. પણ બ્રહ્માનન્દ સ્વામીને આ અસંભવ અજાણ્યા નહતાઃ જેને ગુરુ સંભવી જ ન શકે તેને ગુરુ આરપવામાં એમનું સૂક્ષ્મ તાત્પર્ય એવા ધ્વનિ ઉપજાવવાનું છે ખરી વસ્તુ સ્થિતિમાં તે ન રચાતા ન ચાલૢ ને શિો ન શિક્ષા” ગુરુ નથી, શિષ્ય નથી, શાસ્ત્ર નથી, શાસ્ત્રના ઉપદેશ નથી—છતાં એ સર્વ કલ્પના જ્યાં સુધી આપણે અન્યને ખરેા માનીએ ત્યાં સુધી આવશ્યક છે; પણ પરમાભામાં વસ્તુતઃ અન્ધ નથી તેમ મેાક્ષ પણ નથી, એટલે ગુરુ વગેરે વાત કેવળ અધ્યારાપ જ છે. વસ્તુતઃ તા—
""
k
न निरोधो न चोत्पत्तिर्न बद्धो न च साधकः न मुमुक्षुर्न वै मुक्त इत्येषा परमार्थता |”
“ નાશ નથી, ઉત્પત્તિ નથી; અદ્દ નથી, સાધક નથી; મુમુક્ષુ નથી, મુક્ત નથી—એ જ ખરેખરી વાત છે.”
અને તેથી પૂર્વોક્ત પ્રાસાદની ભૂમિકાના ધ્વજાગ્રંથી, અને તે પણ નીચે કે ઊંચે નહિ પણ એક અખંડાકાર દૃષ્ટિ નાંખીને, અવાડ્મનસગેાચર આકાશની ભવ્યતાથી મૂક બનતાં બનતાં શ્રી શંકરાચાય ઉચ્ચારી જાય છે કેन चकं तदन्यद्वितीयं कुतः स्यात्
66
न वा केवलत्वं न चाकेवलत्वम् ।
न शून्यं न चाशून्यम द्वैतकत्वात् कथं सर्ववेदान्तसिद्धं ब्रवीमि ॥ "
,,
( એક નથી ત્યાં એ ક્યાંથી હોય ?; ધ્રુવલ નથી તેમ અકેવલ પણ નથી; શૂન્ય નથી, તેમ જ અન્ય પણ નથી. કારણ કે એનામાં એકખે, કેવલ–અકૈવલ, શૂન્ય-અશન્ય એવું દ્વૈત નથી. સ` વેફ્રાન્ત થકી સિદ્ધ એવા એને હું શી રીતે કશુ ? )
[ વસન્ત, વૈશાખ, સં. ૧૯૬૨ ]