________________
હારી”
૩૦૫
સંપત્તિ આદિ મેહકમાં મેહક વસ્તુ પણ જો તેમાં “રામ”ની છબીનું દર્શન ન થાય તે તેને કાંકરા સમાન ગણું તેડીને તેઓ ફેકી દે છે. એમના રૂવામાં રામનામની ધૂન અહર્નિશ ચાલ્યા કરે છે. આવા પુષે “ચિરનિર્વિણુ છવલોકને સંકટમાંથી ઉદારી હંમેશ માટે જગત ઉપર એક ભારે ઉપકાર કરી જાય છે.
પણુ પરમાત્માની આવી ઉગ્ર દાસ્યભક્તિ આચરવી સહેલી નથી. તેમ કેટલાંક હદયો એવાં નાજુક રસભીનાં હેય છે કે તેઓને સેવક માફક દાસ્ય કરીને જ સતેષ વળતો નથી; તેઓના અંગે પરમાત્મા સાથે પતિપત્નીના જેવો વધારે નિકટ સંબન્ધ પામી એને આલિગવા અને એનાથી આલિંગન પામવા ઉછળે છે. એવા જનેની સ્થિતિ આપણું શાસ્ત્રકારોએ ગેપીઓની ભક્તિમાં દષ્ટિગોચર કરી છે. આ પ્રેમલક્ષણા ભક્તિમાં પરમાત્માને સારથિ રાખી આત્મકલ્યાણ સાધવાને કે પરમાત્માના સેવક બની પરમાત્માની લક્ષ્મીને પુનઃ ઉદ્ધારવાને લેભ નથી. પણ સ્વાભાવિક પ્રેમથી તણુઈ પ્રેમળ પરમાત્મા તરફ હદય ધસે જાય છે; એને પરમાત્માની સેવાની કે આત્મકલ્યાણની કશાની ખબર નથી; એને તે માત્ર પરમાત્માને જ–પરમાત્માના રસને જ–ખપ છે, અને એ રસથી એનાં અંગે અંગ ભીજાય છે.
પણુ જીવાત્મા અને પરમાત્માના સંબધ પરત્વે આ સર્વે રૂપકે ખરાં છે? ખરાં છે તેમ જ ખોટાં છે. ખરાં એવી રીતે છે કે, જે (વ્યાવહારિક) અર્થમાં આપણે છીએ તે અર્થમાં આપણાથી જુદો પરમાત્મા પણ છે, અને બે વચ્ચે સંબન્ધ ઉપરનાં રૂપકે વડે પ્રદર્શિત થાય છે. પણ બીજી રીતે જોઈએ તે, એ રૂપકે ખોટાં છે. ખોટાં બે પ્રકારે છેઃ એક તો એ સંબન્ધ એવો વિવિધ છે કે એ રૂપકમાંનું કોઈ પણ વસ્તુસ્થિતિને પૂરેપૂરી નિરૂપવા અસમર્થ છે; બીજું, જીવાત્મા અને પરમાત્માને બે પદાર્થો માની એમને સંબન્ધ સમજવા માટે એ રૂપકે કપ્યાં છે. પણ ખરી વાત તે એવી છે કે જીવાત્મા અને પરમાત્મા એમ બે જુદા પદાર્થો જ નથી. આ (વાત સમજવા માટે થોડુંક તત્ત્વચિન્તન કરવાની જરૂર છે.
અર્વાચીન યુરોપના પ્રસિદ્ધ તત્વચિન્તક કાન્ટ–એણે “મનુષ્યજ્ઞાનમી મર્યાદા'ના વિચારને અંગે બતાવ્યું છે કે આપણા એન્દ્રિયક જ્ઞાનમાં, એટલે કે પ્રત્યક્ષ જ્ઞાનમાં–વિષયને જે દેશ અને કાલ રૂપી બે ઉપાધિઓ હોય છે તે ખરું જોતાં વિષયગત નથી. પણ ઇન્દ્રિયથકી વિષયમાં આરોપાય છે; ૩