________________
હારી”
૩૦૧
होरीमें मोद मानकर शामने, राधिकावेष धरोरी, मिल सखियन संग फाग मचायो, खेलत मगन भयोरी3B
आप सुध भूल गयोरी. शाम कैसी० ३ खेलत खेलत जान न पायो, दीर्घ काल गयोरी, वन वन फिरत मिले जब सतगुरु, सखियन संग विछोरी; शाम ब्रह्मानंद मिलोरी. शाम कैसी०४
(મનન) પહેલી હરીમાં આપણે પરમાત્માની માયા–જેમાંથી આ સઘળું જગત ઊભું થયેલું છે–તેના સ્વરૂપને વિચાર કર્યો. આજ આપણે, આ બીજી હેરીના મનનરૂપે, પરમાત્મા અને જીવાત્માના સંબધને વિચાર કરીશું.
પરમાત્મા જગત સજીને આઘા રહેલ નથી, પણ એ જગતદ્વારા, તેમ જ સાક્ષાત, મનુષ્યઆત્મા સાથે નિત્ય સંબધ ધરાવે છે. અને એ સંબન્ધને સ્વીકાર કરી તદનુસાર જે આચારવિચાર કરવામાં આવે છે એનું નામ ધર્મ કહેવાય છે. આ સંબન્ધ કેવો માનો રાજા–પ્રજાને, કે પિતાપુત્રને, મિત્ર-મિત્રને, કે સ્વામી સેવકને, કે પતિ-પત્નીને કે સર્વથા અનન્યતાને કે બીજી જ કેઈરીતને—એ વિષે મતભેદ જોવામાં આવે છે, અને એ ઉપર કેટલીકવાર કટુ વાદવિવાદ થતો પણ આપણે સાંભળીએ છીએ; પરંતુ એ સંબન્ધને સર્વથા નિષેધ થતે જણાતું નથી. સ્પેન્સર જેવા “The Unknowable'= અયના માનનારા, અને તેતિ નેતિ કહી વિરમનારા કેવલાદ્વૈતવેદાન્તીઓ પણ આત્મા સાથે એ પર-પદાર્થને કોઈક તરેહને સંબન્ધ તે માને છે જ. જેઓ એને “અય’ કહે છે તેઓ એને અસ્તિત્વ સાથે જોડાએલા હેવા પૂરતે એની સાથે મનુષ્યઆત્માને સંબધ સ્વીકારે છે, અને “અફેય પદાર્થ હૃદયમાં જેવા ભાવ પૂરી શકે તેવા ભાવને ધર્મરૂપે સ્વીકાર્યા સિવાય તેઓને છૂટકે થતો નથી. કેવલાદ્વૈતવેદાન્તીઓ એને નિષેધમુખી વાણીએ વર્ણવે છે, પરંતુ તેઓ પણ મનુષ્યઆત્માને આ તરફ સ્વતન્ન રહેવા દઈ, બ્રહ્મને પેલી પાર મૂકતા નથી– કિંતુ મનુષ્યઆત્માના અનન્ય–આત્મ-રૂપે એને માને છે, અને અનન્યભાવમાં જે ધાર્મિકતા રહી છે તે ધામિકતા તેઓ સાધવા ઇચ્છે છે. પણ આ અનન્યભાવનું સ્વરૂપ તપાસતા પહેલાં, એનાથી અવર–એની આ બાજુએ રહેલા–ડાક વિચારે અવકીએ; અને એ વિચારે, અનન્યભાવથી