________________
હેરી”
૨૦૩
ફેરવત જોતા હોય, અને તેમાં જેમની બુદ્ધિને કે હૃદયને સંપ થત હોય, તેઓ ભલે એ કલ્પનાને વળગી રહે. અમારી બુદ્ધિ તે પરમાત્માના સ્વરૂપની બહાર, એની અનન્તતામાં વિરોધી એવા પરિચ્છેદન પ્રસંગ ઉત્પન્ન કરનારી, કઈ પણ વસ્તુને માની શકતી નથી; અને અમારું હદય પણ સહી શકતું નથી કે બ્રહ્માંડરૂપી ઉમરડામાં કાટિ જીવને પૂરી પરમાત્મા એની બહાર એ જીવોથી અલગે પડી રહ્યો હોય. અમે તે જગતમાં સર્વત્ર પરમાત્માની હેરી” મચી રહેલી જોઈએ છીએ. એ બહેરી” એ પોતે પૂર્ણ રસથી રમે છે, અને જીવને રમાડે છે. એ બહેરી”ની અભુતતા વર્ણવી જાય એવી નથી. એના આશ્ચર્યને ફેડવાને સાયન્સને પ્રત્યેક પ્રયત્ન એ આશ્ચર્યને વધારે ગંભીર અને વધારે ઉદ્દીપ્ત કરતો આવે છે. કવિ યથાર્થ કહે છે – “વન ચિ જાઉં.”
પરમાત્મા ઇશકૃત કાલકૃત અને વસ્તુત એમ ત્રિવિધ પરિચ્છેદ રહિત છે; એટલે કે, એ અહી છે ને ત્યાં નથી વા ત્યાં છે કે અહી નથી એમ નથી; એટલું જ નહિ પણ સર્વ સ્થળે છે એમ કહેતાં પણ સ્થળ એનું
અધિકાન બની જાય છે એ ખોટું થાય છેઃ દેશ–સ્થળમાં એ આશ્રય કરી રહેલ નથી, ઉલટે દેશ એને લીધે બન્યો રહે છે. એ જ પ્રમાણે પરમાત્મા ભૂત ભવિષ્ય કે વર્તમાન કેઈ પણ કાળે નહોતા નથી વા નહિ હોય એમ નથી; એટલુ જ નહિ પણ કાળમાં એને રહેલો માનવાથી કાળ એનો આશય બને–જે પરમાત્માની સવશ્રયતા સાથે અસંગત છે. વળી સૌથી હોટી સમજવાની વાત એ છે કે પરમાત્માથી ભિન્ન કઈ પણ વસ્તુ નથી કે જેના અસ્તિત્વને ખુલાસે પરમાત્મામાથી ન નીકળતો હોયઃ વસ્તુમાત્ર પરમાત્મામાંથી અસ્તિત્વ પામે છે એમ જે કબૂલ કરતા હો તે પરમાણુઓ કે પ્રકૃતિ એવી કઈ પણ વસ્તુ પરમાત્માની સાથે સાથે પોતીકું સ્વતંત્ર સ્વભાવસિદ્ધ અસ્તિત્વ ભગવતી માની શકાતી નથી. આને અર્થ એ થયો કે જગત અણુઓમાંથી કે પ્રકૃતિમાંથી નીપજેલું નથી–અસતમાંથી સત થએલું છે.* પણ તે ઉપર પ્રશ્ન થશે કે “ ઉથમસતા ”—અસતમાંથી * કહેવાતા અસતમાંથી સત થએલું છેઃ વસ્તુતઃ તે અસતમાંથી સતું નથી થતું અને સતમાંથી અસત પણ નથી થતું–અસતમાંથી અસત થાય છે એમ કહેવું તદ્દન અથહીન છે, અને સતમાંથી સત પણ થાય છે કહી શકતું નથી; એટલે જે સત છે તે છે જ છે. અન્ય કાંઈ જ નથી. આ સિદ્ધાન્ત આગળ સ્પષ્ટ થશે. * ઉપનિષ