________________
૨૮૮
પ્રેમટા
"But most it is presumption in us, when The help of heaven we count the act of men, All's well that Ends well
'
અત્રે પ્રશ્ન થશે કે મનુષ્યને સ્વતન્ત્ર કર્તૃત્વ ખરૂં કે નહિ ? અને નહિ; તા અને જે સ્વતન્ત્ર કર્તૃત્વનું ભાન છે તેને શે! ખુલાસા ?
આ ભાનની દલીલ સામાન્ય પ્રવૃત્તિએ માટે ચાલે, પણ આપણા પ્રકૃત વિષયમાં તે બહુ વજનદાર નથી. પરમાત્માનું જેને ભાન નથી તેને શી ખખર કે અમુક કાર્ય પાતે કરે છે કે પરમાત્મા કરે છે? જેને એ તેજસ્વી ભાન પ્રાપ્ત થયું છે તેમના સિદ્ધાન્ત તો બહુધા એ જ જોવામાં આવે છે કે હું કરતા નથી, પણ પરમાત્મા કરે છે;' કારણ કે એમનમાંથી અહંકતૃત્વભુદ્ધિ વિલય પામી ગઈ છે. આ સંબન્ધમાં વેદાન્તસૂત્રકારને સિદ્ધાન્ત ઉભય કાટિને ઠીક ન્યાય કરે છે. વેદાન્ત સૂત્રકાર એવા સિદ્ધાન્ત ખાંધે છે કે જીવને ઉપાધિકૃત કર્તૃત્વ છે, પણ કારયેતૃત્વ તો શ્વિરનું જ છે કરે છે જીવ, કરાવે છે શ્વર. કરાવે છે’ એટલે પ્રય્યલ પવન કે જળને આધ તૃણને પાછળથી ધકેલે એ રોતે નહિ, પણ જીવના ચૈતન્યને અનુસરીને, રાગદ્વેષાદ્વિ એની સમક્ષ ધરીનેઃ એ રીતે જ વિધિનિષેધમાં અર્થે રહે છે.+
**
ઈશ્વર પર્જન્યવત્ સર્વે પ્રતિ સમાન છેઃ જેવી ભૂમિ અને ખીજ તે પ્રમાણે અનાજના પાક. પણ જેમ એ પાકમાં ભૂમિ અને ખીજ ઉપરાંત પર્જન્યની કારણતા છે, તેમ પ્રવૃત્તિ માત્રમાં જીવના પ્રયત્ન ઉપરાંત પરમાત્માની અપેક્ષા છે. એ પ્રયત્ન પૂર્વે સંસ્કારથી નિયમાય છે, પૂર્વ સંસ્કાર પૂર્વતર પ્રયત્નથી બંધાય છે, એમ પાછળ અનાદિ સંકલના વિસ્તરી રહી છે. કાઈ કહેશે કે આ રીતે અનવસ્થા પ્રાપ્ત થાય—તે એના ઉત્તર કે આ અનવસ્થા પ્રામાણિકી છે એટલું જ નહિ પણ જરૂરની છે; જરૂરની એટલા માટે છે કે સંસારની કોઈ પણ કાળે શરૂઆત માનીએ તા પ્રશ્ન ઊભા રહે છે કે તે તારીખ પહેલાંના કાળ શૂન્ય ક્રમ રહ્યો અને અમુક તારીખથી સહેસા સંસારના આરંભ કેમ થયા? આમ સહસેાત્પત્તિ નિવારવા માટે "परायत्तेऽपि हि कर्तृत्वे करोत्येव जीवः कुर्वन्तं हि तमीश्वरः कारयति" શંકરાચાર્યે
+ ''न दीश्वरः प्रबलतरपवन इव जन्तुम्प्रवर्तयत्यपि तु तच्चैतन्यमनुरुध्यमानो रागायुपहारमुखेनैव । चेष्टानिष्टप्राप्तिपरिहारार्थिनो विधिनिषेधावर्थवन्तौ भवत : "
વાચસ્પતિમિશ્ર