________________
૨૮૦
ખાંડાની ધાર”
કવિ કહે છે કે સમુદ્ર તળીએ પડેલી છીપને વર્ષાંબિન્દુનું મેાતી ઝીલવાનું મન થાય છે ત્યારે તે ક્યાંથી ઉપડી યાં સુધી પહોંચે છે! એમ જે જીવાત્મારૂપી છીપને પરમાત્મારૂપી મેાતી અન્તમાં ઝીલવું છે, એને તે પૂરેપૂરા વેગ લાગવા જોઇએ, અને સદુપદેશ માટે એણે અન્તર્ ખુલ્લું રાખી બેસવું જોઈ એ. એમ કરવામાં આવે તે પરમાત્મારૂપી મેાતી અન્તમાં જામ્યા વિના નહિ રહે, અને એ મેાતાની જેને કિંમત છે એની દૃષ્ટિએ શૈલેાક્યના ખજાના પણ એક કાડી સમાન છે.
።
“મુને રત્ન લાધ્યું રામનું નામ, સદ્ગુરુજીના સાથમાં જી રે ! @ાજલ સ્નેહ રે કરીને ચિત્ત રાખ્ય, હીરા આવ્યા હાથમાં જી રે ” વસન્ત. વિ. સં. ૧૯૬૦ વૈશાખ