________________
ચાર ગુરુઓ
. ૨૭પ
ઉપર દષ્ટિ રાખી, સીધું ઊડયું જાય છે, અને “એક વાળ માત્ર” પણ એના માર્ગમાંથી આડું અવળું જતું નથી, તેમ જેને “સવિતા”ના “વરેણ્ય” તેજ ઉપર ધ્યાન લાગ્યું છે, એ જગતના સંકટથી જરા પણ ન હારતાં પૂર્ણ જુસ્સાથી અને દઢતાથી કર્તવ્યને માર્ગે ચાલ્યા જાય છે.
" अथैव वा मरणमस्तु युगान्तरे वा । न्याय्यात् पथः प्रविचलन्ति पदं न धीराः ॥"
યુગાન્તરે થવાનું ભરણુ આજ થાય તેયે શુ? જે ન્યાય કર્તવ્ય–નો માર્ગ છે એમાંથી ધીર પુરુષે એક પગલુ પણ ખસતા નથી.
- આમ કર્તવ્યપરાયણ થવામાં આપણું સમસ્ત જીવન, આસપાસના સહામે હમેશાં લઢવામાં જ જવાનું? એમ હોય તે પણ શું? કર્તવ્યદષ્ટિએ તે કર્તવ્ય ઉપર જ કરવાનું છે, એણે સુખદુઃખ ઉપર–પરિણામ ઉપર જરા પણુ લક્ષ દેવાનું નથી; ટેનિસન કહે છે તેમ એને તો “Duty clear of consequences” એ જ સૂત્ર છે. કર્તવ્યપરાયણતા આમ અશાનિતની જ ભરેલી હોય તે પરમાત્માની આ વિશ્વવ્યવસ્થામાં ખામી આવે. વસ્તુતઃ એમ છે જ નહિ. મનુષ્ય જેમ જેમ કર્તવ્ય કરતે જાય છે તેમ તેમ તેને આત્મા તન્દુરસ્ત થતું જાય છે, અને પછી જેમ શરીર તન્દુરસ્ત હતાં રગેરગ ગભીર આનન્દ વ્યાપી રહે છે, તેમ આત્મા તન્દુરસ્ત હોતાં, એનાં પડે પડમાં શાન્ત–વિપુલ આનન્દ રેલાઈ રહે છે. જેમાં સમુદ્રની સપાટી ઉપર ગમે તેટલાં તેફાન થાય, પણ એનું તળીયું શાન્ત હોય છે, તેમ આ કર્તવ્યનિષ્ઠ પુરુષને ગમે તેટલા યુદ્ધના પ્રસંગો આવે પણ એ યુદ્ધ કર્યા છતાં એને આત્મા ઊંડી શાતિ અનુભવે છે.
શુષિ’ એ મન્નમાં વર્ણવેલો આ શુભ ઉજવળ હંસ મૃત્યુ સમયે ઉજજવળ, ગંભીર અને શાન્ત શાન્તિ અનુભવે છે, કારણ કે એના પવિત્ર આત્માને “અસુર” દમત નથી, એ રમણીય નૌકાને કઈ પણ તરેહના વાયુ આમ તેમ અફાળતા નથી. એ જીવન્મુક્તને જન્મભરણુ બંને સરખાં જ છે. લેક જેને જીવન કહે છે એ દરમિયાન એ જીવતું હતું, અને લોક જેને મૃત્યુ કહે છે એ દશામાં પણ એ જીવવાને જ છે ખરું જોતાં જે મૃત્યુમાં પણ જીવે છે એ જ ખરેખર જીવે છે બાકી બધા તે શ્રીમદ્ ભાગવતમાં એક સ્થળ ઉપમા આપી છે તેમ– ધમણની માફક શ્વાસોચ્છાસ લે છે, અને તે પણ અન્યને બાળવા માટે! માટે ખરું જીવન એ જ કે જે ત્રણે કના ઉત્તમોત્તમ પદાર્થોને તૃણવત