________________
ર૭ર
ચાર ગુરુઓ
સર્વ-શક્તિ છે તે જ એનું સાપેક્ષ આ અલ્પ, મર્યાદિત છે. આ સત્ત્વશકિત જડ નથી, ચેતન છે, ચિતન્યઘન છે, ચેતન્યરૂપ છે, ચૈતન્યમાત્ર છે. શું મારી આસપાસ આ વિશાળ સચરાચર બ્રહ્માંડ પથરાએલું હું જોઉં છું, એ દફશક્તિહીન (અબ્ધ, blind ) છે?—એનામાં અણુએ અણુએ, અને આખા તન્નમાં એકત્રિત, કાંઈ અર્થ રહેલો નથી? એ અર્થ ખેંચી લે તે આખું વિશ્વ અસત અર્થહીન–જેને માટે શબ્દ પણ રહે નથી—એવું શૂન્ય થઈ રહે. પણ એ શુન્ય નથી એ આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ; તે એને અર્થહીન કેમ મનાય ? અર્થહીન નથી– તાત્પર્યહીન નથી એમ કહેવાની સાથે જ સ્વીકારાઈ જાય છે કે એમાં ચૈતન્ય પરેવાએલું છે. સર્વ શાસ્ત્રોઇતિહાસ, કાવ્ય, ફિલસુફી–એ આ ચૈતન્યની વ્યાપ્તિને અંગીકાર કરીને જ પ્રવર્તે છે. આ ચિતન્ય જડ સાથે બાહ્ય સંબન્ધથી જોડાએલું નથી, તેમ દાબડી અને હીરાની માફક એક બીજાની માંહ્ય નથી, પણ જડ એ ચૈતન્યનું પ્રતીક–મુખાકૃતિ છે. ચિતન્યની ભાષા છે–અર્થાત જડ અને ચિતન્ય એમ બે નથી, પણ ચિતન્ય માત્ર બેલે છે જ. એ વાતને, બીજી રીતે,–જૈતન્ય જડરૂપે પ્રકટ થાય છે એમ આપણે કહીએ છીએ. ચિતન્ય બેલે છે એનો અર્થ કે આપણે સમજી શકીએ એવા પ્રકારની પ્રવૃત્તિરૂપે દેખા દે છે, અને એ પ્રવૃત્તિમાં એનું સ્વરૂપ સમજાય છે; આમ પરમાત્માને પિતાને વિલાસ એ જ આ અખિલ બ્રહ્માંડ છેઃ બ્રહ્માંડ એ એના વિલાસનું પરિણામ નથી, પણ એના વિલાસ રૂપ જ છે. જે આ વિશ્વને એના વિલાસનું પરિણામ માને છે, એને પરમાભાનું પ્રત્યક્ષ દર્શન નથી; એ માણસ તે પરમાત્માને બદલે એ જડ સંચા તરફ નજર કરી રહ્યો છે. પણ જે આ વિશ્વને પરમાત્માના વિલાસરૂપ જ જૂએ છે, એ પરમાત્માની હામે આંખે આંખ મેળવી ઊભે છે–બંને આંખ મળતાં એક જ આંખ થઈ રહે છે–પોતાની આંખ એ એની જ આંખ છે એમ અનુભવે છેઃ “નાડારિત દ્રા જાડારિત થતા નાડતોડક્તિ કરતા જોડાતિ વિજ્ઞાત”—એના વિના બીજે દ્રષ્ટા નથી, શ્રોતા નથી, ભતા નથી, વિજ્ઞાતા નથી એ સિદ્ધાન્તને એના ભાવાત્મક (નગાત્મક-negative નહિ પણ positive) સ્વરૂપમાં અનુભવે છે.
આ વિલાસને અનુભવ એ એની આનન્દતા, અને એજ આપણું “આનન્દ”તા. જે આપણે આન્તરમાં આતર સ્વભાવ–જે આપણે એકરસ રસ, જે આપણી વિશુદ્ધિ અને જે આપણું અખંડતા–એમાં જ આવે