________________
૧૬૪
“ દેવાસુર–સંગ્રામ ”
ખરેખર, આપણાં આંતર યુદ્દો લગભગ નહિ જેવાં જ પ્રતીત થાય છે. પણ તેમ થવાનું એક કારણ આપણું અજ્ઞાન, આપણી અધમતા, આપણા પારતન્ત્યમાં માનેલે ખાટા આનન્દ, એ જ છે.
યુદ્ધ કરતાં શાન્તિ એશક વધારે સારી, પણ તે ‘ સામ્રાજ્ય ’ની~~~પુરમાત્મારૂપે સંસ્થિત આત્માના સ્વરાજ્યની—શાન્તિ હેાય તે। જ. યુદ્ધની સ્થિતિ આ શાન્તિ કરતાં ઉતરતીઃ પણ · આસુરી સંપત 'ને શરણે પડી રહી, અનાત્મભાવમાં ડૂબી જઈ જે શાન્તિ મેળવાય છે એના કરતાં તા આ યુદ્ધ સહસ્રગણું સારૂં. આ રીતે આત્માની ત્રણ સ્થિતિ છે, જેમાંની પહેલી છેલ્લીના જેવી દેખાતી પણ વસ્તુતઃ એથી તદ્દન જૂદી જ છે.——— (૧) પારતન્ત્યરૂપ શાન્તિ
(૨) યુદ્ધ
(૩) સ્વાતન્ત્ય રૂપ શાન્તિ
આ વાત આપણા અન્તમાં વારવાર મનન કરી દ્રઢાવવા જેવી છે કે આપણા વેદાન્ત-સિદ્ધાન્ત ગમે તે રીતે ગમે તેવી શાંતિ પ્રાપ્ત કરવાના નથી, પણ આસુરી સંપત્ સાથે યુદ્ધ કરી, જય મેળવી, સ્વાતન્ત્યરૂપ શાંતિ પ્રાપ્ત કરવાના છે. સર્વ પુરાણે! સમસ્ત મહાભારત અને વિશેષે કરી ભગવદ્ ગીતામાંથી આપણને એ જ ઉપદેશ પ્રાપ્ત થાય છે.
પુરાણામાં “ દેવાસુરસંગ્રામ ” એ મુખ્ય વર્ણનના વિષય છે. ટૂંકામાં આ કથા આ પ્રમાણે છેઃ—વૃત્ર નામે દૈત્યાના રાજા છે, અને એની સાથે દેવાના રાજા ઈન્દ્રનું યુદ્ધ થાય છે. દધીચઋષિના અસ્થિનું વજ્ર બનાવવામાં આવે તે એ વજ્રથી વૃત્રાસુરને મારી શકાય એમ જણાતાં, ઇન્દ્ર દધીચઋષિ પાસે જઈ એમનાં અસ્થિની ભિક્ષા માગે છે. સ્વાથૅત્યાગની મૂર્તિરૂપ એ મહર્ષિ પેાતાના દેહ ત્યજી દે છે, ઇન્દ્ર એમના અસ્થિનું વજ્ર બનાવે છે અને એ વજ્રથી વૃત્રાસુરને મારે છે; વળી ઇન્દ્ર અને દૈત્યાના યુદ્ધમાં ઇન્દ્રને પગલે પગલે વિષ્ણુની મદદ લેવાની જરૂર પડે છે, અને એની મદથી જ એ દૈત્યા ઉપર જય મેળવે છે.
અત્રે “ દેવ ’૪ અને ‘ અસુર એ
આપણી શુભ અને અશુભ વૃત્તિઆ પ્રકારની આધ્યાત્મિક અર્થપતિ પેાલકલ્પિત છે એમ કાઈ કહેશે. પરન્તુ એમ કહેનારને એટલું ધ્યાનમાં લેવા વિન`તિ છે કે—નિરુકતકાર યાસ્કમુનિની પણ અગાઉ એ અર્થપદ્ધતિ પ્રચલિત હતીઃ છેક બ્રાહ્મણ અને ઉપનિષમાં પણ એ મળે છે. અને એ કૂંચી (working hypo