________________
ચાંદલિયે
૫૪
ચાંદલિયે” ઓ પેલે ચાંદલિયો મા મુને, રમવાને આલો; નક્ષત્રથી ચૂંટી લાવ, મારે શુંઝલડે ઘાલો,
વે રુવે ને રાતડે થાએ, ચાંદા સામું જૂવે, માતા જશોદાજી હરિનાં અસુડા હૂવે, લોકના અનેરાં છેયાં, ઘેલે તું કાં થાય; ચાંદલિયે આકાશે વહાલા, કયમ કરી લેવાય. થાળીમાં જળ ભરિયું માંહિ, ચાંદલિયો દાખે; નરસને સ્વામી શામળિયે, રડતે રાખે.
આ ચાર કડીઓ કવિ નરસિંહ મહેતાની છે, અને ગુજરાતમાં સ્ત્રીઓને મુખે અનેક વાર બહુ ભાવથી ગવાતી સંભળાય છે. એમાં એક બાલકના મુગ્ધત્વનું ચિત્ર છે, અને એ ચિત્ર અત્યન્ત સુંદર પ્રતિભાની પીંછીથી આલેખાયું છે એમ હરેક સહદયનું હૃદય સ્વીકારે છે. આ કાવ્યને વિવક્ષિત અર્થ તે આટલો જ છે, અને આટલે અર્થ લેતાં પણ જગતનાં પ્રથમ પંક્તિનાં સંગીતકામાં એનું સ્થાન સ્થપાઈ રહે છે. પરંતુ એક શાન્ત મનહર ચન્દ્રિકાની પાછલી રાત્રિએ ઉપરનું કાવ્ય સ્મરણ કરતાં કરતાં, એ “હદયવીણું'માંથી જે ઉચ્ચતર અને ગંભીરતર સૂરો આ કણે પડ્યા હતા એને વાંચકને કાંઈક પરિચય કરાવવાને અન્ને ઉદ્દેશ છે.
“એ પેલો ચાંદલિચ મા મુને, રમવાને આલે;
નક્ષત્રથી ચૂંટી લાવી, મારે શુંઝલડે ઘાલે.” આ પ્રમાણે પરમાત્મારૂપી “ચાંદલિયા”ને પિતાને કરવા ઇચ્છતા, ગઝલ ઘાલવા’ નહાની સરખી આત્મગુહામાં સાક્ષાત અનુભવવા ઈચ્છતા મનુજ આત્માનું ઉચ્ચ રુદનક છે, અને જેમ જેમ પરમાત્મા સામું એ અધિક જોતો જાય છે તેમ તેમ એ રુદન શમવાને બદલે અધિકતર થતું જાય છે.
રુવે રુવે ને રાત થાઓ, ચાંદા સામું જોવે;” " Wherefore hidest thou thyself ?" "O that I knew where I could find him !"--The Old Testament.