________________
" એક અજવાળી રાત્રિ
૨૫.
આ ઉત્તરથી મહારા મિત્રને તે સંતોષ થયો. પણ તુરત જ પરમાત્માના દર્શન અર્થે ધ્યાનયોગમાંથી ખશી તકને એકવાર છૂટ આપવાથી કેવી તર્કપરંપરા ચાલે છે એમ સૂચવતા હારા મનમાં બીજો પ્રશ્ન ઊભો થયો. “આ બ્રહ્માંડ પરમાત્માનો મહિમા સૂચવે છે એ તે ખરું, પણ આ વિશાળ બ્રહ્માંડમાં મનુજની શી ગણતરી ? “અજવાળાનું એક કિરણ જે એક સેકન્ડે એક લાખ છન્યાશી હજાર માઈલ જેટલું અંતર કાપે છે તેને કેટલાક તારાથી નીકળી આપણું પૃથ્વી પર આવતાં વીશ હજાર વર્ષ જોઈએ છે ! અને હ્યુજિનિઅસ નામને ખગેલવેતા કહે છે તે ખરૂ હોય તો કેટલાક તારામાંનું અજવાળું તે હજી આપણું સુધી પહોંચ્યું પણ નથી ! ! તારાઓ અન્ય ખગેલેમાં સૂર્યસ્થાને છે, અને આપણું આ આખું સૂર્યચક્ર નાશ પામે તે પણ વિશ્વના સમાંથી સમુદ્રના તટની રેતીને એક કણ ઓછું થયું એમ સમજવું! ! ! ત્યાં મનુજ તે કેશુ? પરમાત્માને એની શી દરકાર?” આ વિચાર ખરેખર મને બહુ જ દુઃખદ થઈ પડત–પણ સુભાગ્યે તે જ ક્ષણે મને અંગ્રેજ કવિઓની કેટલીક પંક્તિઓ યાદ આવી.
“Look up to heavens ! the industrious sun Already half his race hath run, He cannot halt, nor go astray, But our immortal spirits may". " I am besides, the only one, Who can be bright without the sun."
“જુઓ ! સૂર્ય ચાલ્યા કરે છે. ન એનાથી ઉભા રહેવાય, ન એના ભાગમાંથી આડા જવાય. પણ આપણે અમર આત્મા બંને કરી શકે !”
વળી ફક્ત હું જ એવો છું કે જેને સૂર્ય વિના પણ પ્રકાશવાની શક્તિ છે.” અહે! કેવા ભવ્ય વિચાર ' આથી એક તરફ મને જેમ હારી મહત્તા અનુભવાઈ તેમ બીજી તરફ હારી જવાબદારી” નું મને તીવ્ર ભાન થયું. આ વૃત્તિએ મારા હૃદયને આકુળ વ્યાકુળ કર્યું. એમાં મને બહુ ગભીર અર્થ લાગેઃ વિશ્વતંત્રીમાંથી છુટા પડી ગએલા એક તારના જેવી, વા હરિના ટાળામાંથી વિખુટા પડેલા એક બાલહરિણના જેવી, મને મ્હારી સ્થિતિ લાગી. છેવટે, પ્રભુ કૃપા વિના ક્ષણવાર હું હારું કર્તવ્ય કરવાને સમર્થ નથી એમ મેં નિર્ણય કર્યો. આત્માના સ્વાતંત્ર્ય વિના પાપ પુણ્યની જવાબદારી, અને જવાબદારી વિના આસ્તિકતા સંભવતી નથી એમ કેટલાકનું માનવું છે, પણ આ સિદ્ધાન્ત મને અત્યન્ત શુષ્ક અને