________________
{ એક અજવાળી રાત્રિ
28
આકાંક્ષા ભય ઊભા રહે છે. અને તે છતાં, એક અલ્પમાં અલ્પ માનસગુહા, તારા આનન્દથી સીંચવા જોગ એક નાનામાં નાની જગા, પણ તારી પ્રેમચન્દ્રિકા પામ્યા વિના રહી જતી નથી; આ શરીરરૂપી ગાળામાં રહી પ્રવૃત્તિનિવૃત્તિરૂપ પાંખ ફફડાવતું આ જીવાત્મારૂપી પક્ષી પણ એની શાંત દષ્ટિવડે તારા મુખનું અવલોકન કરી શકે છે, અને એકાદ પવિત્ર ગ્રન્થરૂપી લતાપાના આશ્રય નીચે રહીને તારી ઝાંખી લઈ શકે છે. ભક્તિરૂપી મેતીની છીપમાં ન્હાની આ બીચારી શાંત થઈ પડી રહેલી મનરૂપી માછલી પણ તારી શાંતિ પામે છે.]
ગઈ કાલે સધ્યા સમયે હું મારા એક મિત્ર સાથે ખેતરોમાં ફરતે હતું. પ્રથમ તે, પશ્ચિમ દિશંડળમાં જે ચિત્રવિચિત્ર અને ઉમદા ઉમદા રંગેની સમૃદ્ધિ ઉભરાઈ રહી હતી તેના અવલોકનમાં અમારે વખત સરી ગયો.
પેલી જે! પશ્ચિમ આકાશ પ્રગટી વાળા રે' ફેલાઈ છે સહપાસ ઘુતિની માળા રે ! અન્ન અશ્વ સળગિયાં સર્વ દિસે રંગરામાં રે' ઠામે ઠામે દાડિમકુસુમ સરીખાં સુહાતાં રે!”
(કુસુમમાલા) એ પંક્તિઓ યાદ લાવતા લાવતા અમે ચાલીએ છીએ, એટલામાં એ રંગે ધીમે ઘીમે ઝાંખા થઈ વિલુપ્ત થતા ગયા, અને તેને બદલે કેટલાક તારાઓ અને ગ્રહો એક પછી એક ઊગવા લાગ્યા. છેવટે આખું આકાશ
તિગણના તેજથી છવાઈ ગયું. શરઋતુ હતી એટલે આકાશ ઘેરું ભૂરું હતું, અને તારાઓના તેજથી અતિશય ચળકતું હતું. આકાશગંગા પણ આડી, દૂધના પ્રવાહ જેવી, વિસ્તરી રહી હતી. અને એ સર્વની રમણીયતા પરિપૂર્ણ કરવાને થોડાક વખતમાં ચન્દ્ર પણ, વાદળાંથી આસપાસ ઘેરાએલ તથા સૌન્દર્યના પ્રભાવમાં વીટળાએલે, આકાશનિસરણીએ ચટ. સમસ્ત સુષ્ટિએ કાંઈક અલૌકિક જ સ્વરૂપ ધારણ કર્યું–
“ને ચંદા કરી વિશ્વ વ્યાપી વિભૂતિ રે” ચન્દ્ર, સફેદ તેજોમય, આકાશસમુદ્રમાં એક નાવડા જેવો તરત, નક્ષત્રમંડળમાં થઈને ચાલ્યો જાય છે; હું પણ એની સામે એકી નજરે જોઈ રહ્યો છું; એટલામાં મારા મિત્રે, જાણે મહાગ હદયને ભાવ સમજી જઈ,