________________
મુક્તિનાં સાધન
૨૪૫
સત્ય એ બતાવ્યું છે કે જ્યાં સુધી સકલ સૌન્દર્ય-નિધાન, પ્રેમનિધાન રસ–નિધાન પરમાત્માની છબી નેત્ર આગળ ખડી થઈ નથી ત્યાં સુધી જ એ મહકતા છે. સંસારની મહુડી ઉપરથી હેઠ–મહ ઊઠાવી એકવાર એ અમૃતકલશને લગાડે, પછી મહુડી તરફ વળવાનું તે શું, પણ એ અમૃતકલશને હોઠ આગળથી ખસેડવાનું પણ તમને મન નહિ થાય. પરમાત્માને રસ એ તે માતાના સ્તનનું દૂધ છે. બાળક એ સ્તનને વળગ્યું હેય તે વખતે એને બેલાવશે રમાડો તો એ તમારા સામે જોશે, હસશે, ખુશ થશે, પણ પાછું સ્તનને વળગશે–તેમ ધાર્મિક આત્માઓ પણ આ સંસાર સામું જોઈને, હશીને, રમીને, પણ પાછા પરમાત્મા તરફ પિોપણ માટે વળે છે. આમ પ્રભુ પ્રત્યે પ્રેમ એ જ વૈરાગ્યને ખરે અર્થ છે. એ પ્રેમ અને આર્તસ્વરે શરણાગતિ એ આ સંસારરૂપી “ગ્રાહ”ના મુખમાંથી છૂટવાનું પરમ સાધન છે. પ્રેમ, શરણાગતિ એ હૃદયનો ભાવ છે, પણું પરિણામમાં એ મનુષ્યના સર્વે સ્વરૂપને વ્યાપી નાંખે છે. મુખવડે સ્તુતિ એ એને વાચિક ઉદ્ગાર છે, અને હસ્તવડે અર્પણ એ એને કાયિક આવિર્ભાવ છે. ગજની પાસે કમળ વિના શું અર્પવાનું હતું? પણ જે અર્પવાનું હતું તે આહલાદ ભરી સૂઢ ઊંચી કરીને અને નમ્રતા ભર્યું મસ્તક નમાવીને આપ્યું, અને એટલાથી હજારે અશ્વમેધ કરતાં પણ અધિક એવી પ્રભુની સેવા થઈ ગઈ'
શબરીએ રામચન્દ્રજીને બેર અર્પણ કર્યા; ખરી ભક્તિથી રામ અને સીતાજી આગળ બેરનો પડીઓ મૂકી દીધો, ત્યારે લક્ષ્મણજીએ પૂછયુઃ “બાઈ! ખાટાં તે નથી ને ?” શબરીએ જવાબ દીધો: “મહારાજ ! એકે એક ચાખી ચાખીને મૂક્યું છે.”! લક્ષ્મણજી અને સીતાજી હસ્યા. ભોળી ભીલડીને અધકરડેલા ઉચ્છિષ્ટ બાર પ્રભુને ધરાવતાં કાઈ બાધ લાગે નહિ. શા માટે લાગે? સંસારનાં સુખ યાચે અને તે પરમાત્માને અર્પતા જાઓ એ ભક્તિનું ઉત્તમ સ્વરૂપ છે. પ્રભુ ભોળી ભીલડી જેવાં આપણું પામરજને પાસે એ કરતા અધિક માગતું નથી.
જે હોય તે આપ. સુદામાના ઘરમાં ખારા પહુવા સિવાય બીજું કાંઈ જ ન હતું. સ્ત્રીના આગ્રહથી ફાડ્યા તૂટ્યા લુગડામાં એ દારિદ્રય બાંધીને મિત્ર પાસે લઈ ગયા. અને બહુ દહાડે મળ્યા, તેથી પ્રેમથી ભેટી પ્રભુએ એમને પાસે બેસાડ્યા. સ્ત્રીએ પ્રભુને આપવાની ભેટ તે જોડે બંધાવી છે, પણ તે કેમ અપાય ?—એમ સંકેચમાં ને સંકોચમાં પેલું પિટકું