________________
૨૩૪
આત્મનિવેદન આ સંસારસમુદ્રમાંથી તારનાર બે જ પદાર્થ છે. એક “સંત” અને બીજે “”. તેમાં “સંત” નું સ્થાન “શિશ ઉપર છે, “રામ” નું
હદયમાં છે. સઃ માત્ર પક્ષ રીતે માર્ગ બતાવીને દૂર રહે છે, એના સહવાસથી જેટલી અસર થઈ શકે તેટલી કરે છે, પણ પરમાત્માને અપરોક્ષ અનુભવ કરે એ છેવટનું કામ હૃદયનું છે. એક (સન્ત) માટે માન કર્તવ્ય છે, બીજાને (રામને) હૃદયમાં લેવાનો છે. જાણે જગતમાં આવીને પરમસાધ્ય વસ્તુ ગુરૂની સેવા કરી પ્રસાદ મેળવો એ જ હોય એમ માનનારાઓની જાતિનું ઉપરનું વાક્ય ગર્ભિત રીતે ઠીક નિરાકરણ કરે છે. ગુરનું પ્રયોજન અમુક ભાગના ભેમિયા તરીકે છે, અને જેટલો એ વિષયમાં એનો અનુભવ અધિક તેટલું એને માન ઘટે છે, “શિશ ઉપર ચઢાવવા લાયક થાય છે. પણ જે ગામ જવું છે તે ગામનું વિસ્મરણ કરી જઈ ભોમિયાને જ પૂજવા બેશી જવું એ તે અત્યન્ત શોચનીય શ્રમ છે. બેશક સાધુના સમાગમથી બહુ લાભ છે. સાધુતા એ પરમાત્માનું પ્રત્યક્ષ સ્વરૂપ છે, અને એના સહવાસથી આત્મા સહજ નિમેળ થઈ જાય છે.
નિર્ગુણ બ્રહ્મ સગુણ સંત જાણવા વહિથી તેજવંત થાય દીવા. અગ્નિથી દીપ થાય બહુ જ આદર કર્યો, દીપથી દીપ તે થાય સહેલે; જ્ઞાનિની મૂર્ય તે જાણે ગોવિદની તહાં ભગવાન ભેટે જ વહેલે.”
પણ અમુક વ્યક્તિ સંત છે કે નહિ એ સંપૂર્ણ રીતે આંખ ઉઘાડીને જોવાની જરૂર છે. વળી પિતે પણ એ જ માર્ગ ચાલનાર સાથી મુસાફર છે, અને આ વિકટ ભાર્ગની સઘળી ગલીગુંચીઓ પિતાને પણ વિદિત નથી એ વાત પ્રસંગે પાત્ત સમય અને અધિકાર જોઈ શિષ્યને સમજાવવી એ સશુનુ કર્તવ્ય છે. + આમ જેમ એક પાસ ગુરુને અયોગ્ય મહત્ત્વ આપી એને અબ્ધ શ્રદ્ધાથી વળગી રહેવાને દોષ “પ્રાચીનમાર્ગીઓને છે, તેમ બીજી પાસ સર્વ જ્ઞાન હમેશ પુસ્તકથી જ કે તકૅબળથી જ ગમ્ય છે, ધર્મ પિપોતાની વતન્નતાથી જ આચરો ઠીક છે, ઈત્યાદિ વિચારની ભૂલથી ભરેલી વર્તણૂક નવીન”માર્ગીઓમાં જણાય છે. આથી પરિણામ એ થયું છે કે “પ્રાચીન વહેમમાથી છૂટતા નથી, અને “નવીન” માં ધાર્મિક વૃત્તિનું બળ આવતું નથી. એકે સુધરવાની જરૂર છે, અને બીજાએ સુધારવાનું કામ માથે લીધું છે, પણ બે પાને કોઈ પણ રીતે યોગ થતો નથી, અને આપણી ધાર્મિક અવનતિ હતી તે તેની કાયમ રહે છે. આપણું “નવીન વિદ્વાન જ્યાં