________________
આત્મનિવેદન
૨૨૭
બુદ્ધિ થવી જરૂરની છે. જ્યારે જગત એના માયિક રૂપે સર્વથા મટી જાય છે ત્યારે કાંઈ પણ ત્યજવાનું રહેતું નથી, તે પણ જગતરૂપે (માયિકરૂપે) જગત ઉપરથી મમતા દૂર કરવાનો પ્રથમ પ્રયત્ન કર્યા વિના એ છેવટની દશા પ્રાપ્ત કરવી અશક્ય છે. જ્યાં સુધી આત્માને અહંતા મમતાની શૃંખલાઓ નિયન્દ્રિત કરી રાખે છે ત્યાં સુધી એને એવી સ્વાભાવિક વિશાલતા અનુભવમાં આવતી નથી. એ અનુભવ ત્યારે જ થાય છે કે જ્યારે એને એમ સમજાય છે કે – આ દેહ તે હું નથી, આ માતા પિતા તે મહારાં નથી, કારણ અનન્ત કાલમહેદધિમાં પાંચ પચાસ કે સો વર્ષ એ એક ક્ષણબિન્દુ–માત્ર જ છે, અને એટલા પરિમિત કાલ સુધી પ્રતીત થતી વસ્તુઓમાં અનાઘનત આ આત્માને શે રસ હોઈ શકે? એવા મહાન પદાર્થના રસનું સ્થાન કઈ મહાન પદાર્થ જ હોવો જોઈએ; અને એ પદાર્થ તે પરમાત્મા વિના અન્ય કેઈ નથી; એનામાં જ આ આત્માને ખરો આશ્રય છે, એ જ એનું પરમ પ્રયોજન–રસનું સ્થાન–છે, અને તેથી જ ભક્તજન વારંવાર ઉચ્ચારે છે કે“God is our home.” “(પરમાત્મા એ આપણુ ઘર છે)”, “ger हि मे विमन्यवः पतन्ति वस्य इष्टये वयो न वसतीरूप+ (भ પક્ષીઓ માળા તરફ પાછાં ફરે છે તેમ જ, તેટલા જ આનંદથી અને તેટલા જ ભાવથી, મહારી વૃત્તિઓ પરમાત્મા તરફ વળે છે.) આવી આત્માની ઉન્નત દશા પ્રાપ્ત થતાં મીરા કહે છે –
" माता छोडे पिता छोडे छोडे सगा सोई ।
अब तो मेरा रामनाम दूसरा न कोई ॥"
પરંતુ આમ સંસાર છોડવાની વાત સાભળી, ખાસ કરીને લોકમુખવાદના વર્તમાન સમયમાં, ઘણુકને ક્રોધ આવશે. જગતમાં રહીને પણ પરમાત્મચિંતન થઈ શકે છે, કર્તવ્ય કર્મ કરવા જ જોઈએ, પ્રવૃત્તિમાં જ ખરી નિવૃતિ છે, સંન્યાસ એના ખરા સ્વરૂપમાં સંન્યાસ (ત્યાગ) નથી પણ કર્મના ફલને સંન્યાસ છે, “સંસારમા સરસે રહે અને મને મારી પાસ” -ઇત્યાદિ અનેક ઉકિતઓ, બહુધા શ્રીભગવદ્ગીતાને આધારે, વારંવાર થતી આપણે સાંભળીએ છીએ અને એ ઉકિતઓમા બેશક ઘણુ સત્ય રહેલું છે. વેદાન્તસિદ્ધાન્ત પ્રમાણે પણ “બ્રાહી સ્થિતિ” જ્ઞાનાત્મક છે, કર્માત્મક નથી અર્થાત એમાં કાંઈ કરીને કે ન કરીને પ્રાપ્ત કરવાનું નથી પણ જે છે તે જ - વાદિતા.