________________
૨૨૪.
“માનવોત્તમઃ” આ પ્રમાણે આપણું સૂત્રાર્થ ઉપરના ત્રણ આક્ષેપને પરિહાર થતાં નીચેના સિદ્ધાન્તો અબાધ સ્થાપિત થાય છે –
૧. દષ્ટિ–એટલે જ્ઞાન–શબ્દના અર્થમાં જ્ઞાન કર્મ અને ભક્તિ ત્રણેને સમાવેશ કરવાનું છે.
૨. તિરસ્કાર–હનનાદિ ક્રિયા, જે સાધારણ રીતે જોતાં પાપરૂપ છે, તેમાં પણ કર્તવ્યબુદ્ધિ પ્રાપ્ત થતાં ભગવતસાક્ષાત્કાર થાય છે.
૩. સ્વાર્થત્યાગમાં અભેદાનુભવ થઈ શકે છે, અને તેથી કર્તવ્યપરાયણ થવું એ પૂર્વોક્ત સૂત્રમાં નિર્દેશેલા “તારમતિ” આદિ મહાવાક્યર્થના અનુભવને વિરોધી નથી, વુિ અનુરોધી છે.
વાંચનારને સહજ લક્ષમાં આવી ગયું હશે કે આ ત્રણ સિદ્ધાન્ત એ જ શ્રીમદ્ ભગવદ્ગીતાના ઉપદેશને પણ મુખ્ય સાર છે. અને એનું સ્પષ્ટીકરણ કરવા માટે જ આ વાર્તિકમાં અમુક ત્રણ આક્ષેપોને જ વિચાર કરવા યત્ન કર્યો છે.
સુદર્શન, મે ઈ. સ. ૧૮૯૯