________________
૨૧૨
, દિવ્યપ્રભાત પ્રથમ પંક્તિ ઉપર આપણે જરા વિસ્તારથી વિચાર કર્યો. બાકીની પંક્તિઓનું હવે ટૂંકામાં મનન કરી જઈશું. “ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.”
ચિત્ત એ ચિત વિલાસથી ભિન્ન નથી–અર્થાત ચૈતન્યથી જ બન્યું રહ્યું છે. આત્મા વસ્તુતઃ વિકારરહિત છે, કેમકે સર્વવિકારો એ સાક્ષી છે. વિકાર એની દૃષ્ટિ આગળ હસ્તામલકવત વિષય થઈ ફુરે છે, છતાં એ વિકાર પિતાના છે અને પિતામાં છે એમ એ માને છે, એટલે કે પિતે તેને સાક્ષી છે છતાં ઉપાદાનરૂપે કલ્પાય છે. આ વિકારના ઉપાદાનભૂત આત્મ-સ્વરૂપનું નામ અત્રે “ચિત છે. ચિત્ત એ કાંઈ આત્માથી ભિન્ન વ્યક્તિ નથી. સુતાર અને વાંસલાનો સંબંધ છે એવો આત્મા અને ચિત્તને ભેદાત્મક બાહ્ય સંબધ નથી. પિતાનું કારણ પણ આત્મા પિતે પિતામાંથી જ ઉપજાવી કાઢે છે. માટે કવિ કહે છે—“ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રુપ છે, અને આ રીતે
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.” આત્મા અને ચિત્ત ઉભય બ્રહ્મરૂપ હોવાથી ચિત્ત જે જે રમતે આત્મા આગળ રમે છે, આત્માને લોભાવવા માટે વિષય મોહિની – પ્રકૃતિનર્તકીનાં જે જે સ્વરૂપ એ ધારણ કરે છે તે સર્વ બ્રહ્મ” નાં “બ્રા” પાસેનાં “લટકા” જ છે. ભક્તા અને (ભોગસાધનસહિત) ભાગ્ય, પ્રમાતા અને પ્રમાણુસહિત) પ્રમેય સર્વ બ્રહ્મરૂપ છે, એમ સમજી લેતાં મેક્ષ હસ્તગત છે. ચિત્તને અને જે વાસનાઓને એમાં અન્તર્ભાવ છે એ વાસનાઓને “બ્રહ્મ' રૂ૫ માનવાને અત્રે જે ઉપદેશ છે તેનો અર્થ એ નથી કે ચિત્ત બ્રહ્મ છે એમ શબ્દમાં–માત્ર પરોક્ષ રીતે માનવું, પણ અપરોક્ષ રીતે એટલે બ્રહ્મપદાર્થોના સાક્ષાત્કારપૂર્વક ચિત્તને બ્રહ્મ માનવાનું છે. સર્વ શ્રેમ જાત્', “વાકુવઃ સમિતિ, એ સત્ય જ્યાં સુધી શબ્દમાં જ છે ત્યાં સુધી એથી કાંઈ લાભ નથી; કવચિત હાનિ પણ થાય છે. પણ જે ક્ષણે એ સત્ય શબ્દના પ્રદેશમાંથી ઉભરાઈ આત્મામાં પ્રવેશ કરે છે તે ક્ષણ અત્યન્ત શુદ્ધિ પ્રાપ્ત થઈ આત્મામાં પાપ કે અન્ય કોઈ પણ દેપને સંભવ રહેતું નથી. કેમકે “બ્રહ્મ' શબ્દવડે જે વસ્તુને નિર્દેશ છે તે અત્યંત “વિશુદ્ધ વિરજ, વિશક “અપાપવિદ્ધ પરમાત્મા છે. એક બીજી રીતે પણ આ પંક્તિ જી શકાય છે. ચિત્ત કહેતાં, અન્તઃકરણ (ચિત્ત)-અવચ્છિન્ન તન્ય, જે જીવાત્મા પણ કહેવાય છે તે, પરમાત્મસ્વરૂપને જ વિલાસ હઈ પરમાત્મસ્વરૂપ છે અને પરમાત્મા આગળ “લટકાં કરી રહ્યો છે.