________________
દિવ્યપ્રભાત
૨૦e
રીતે મૂકીએ તે–પ્રાકૃત જનેનું જગત્ વસ્તુતઃ “નથી”, ધાર્મિક જનનું છે. જગત પણ છે, અને ઈશ્વર પણ છે એમ માનનારા ઈશ્વર સાક્ષાત્કારનું ખરું સ્વરૂપ સમજતા નથી, અથવા તે એમના ઊંડા અંતમાં એમને ઈશ્વર-સાક્ષાત્કાર થયો જ નથી એમ કહીએ તે પણ ચાલે. જગત (જગરૂપે જગત) અને ઈશ્વર એવું સમૂહાલંબન (એકઠું) જ્ઞાન હોય, અથવા ક્રમિક (એક પછી એક, એકબીજાથી સ્વતન્ન) જ્ઞાન હોય. સમૂહાલંબન સંભવે નહિ કેમકે જગત અને ઈશ્વર નહિ પણ જગમાં ઈશ્વર એવો અનુભવ થાય છે. વળી એકજ સાક્ષાત્કારના બંને વિષય પણ કેમ હોઈ શકે? જગત ઈન્દ્રિયથી ગ્રહાય છે, ઈશ્વર સર્વવિચ્છેદરહિત છે અને અતિક્રિય હોઈ આત્મદષ્ટિથી જ અનુભવાય છે. ઉકત જ્ઞાન, જગતપ્રત્યક્ષ અપક્ષ જગદનુભવ) તે એક, અને ઈશ્વરપ્રત્યક્ષ (અપક્ષ ઈશ્વર અનુભવ) બીજું, એમ બે ક્રમિક જ્ઞાન રૂપે ઉત્પન્ન થઈને પણ અટકે નહિ. ઈશ્વરપ્રત્યક્ષ ઉદય થતાં એને પ્રત્યાઘાત–એને પ્રકાશ–જગતપ્રત્યક્ષ ઉપર પડે છે, અને હવેનું જગતપ્રત્યક્ષ અજ્ઞાન અવસ્થાના જગતપ્રત્યક્ષથી જુદું જ છે એટલું જ નહિ, પણ એનું બાધક છે એમ અનુભવ કહે છે. C. G. Rossett નું કહેવું યથાર્થ છે કે –
And if that life is life, This is but a breath, The passage of a dream And the shadow of death; But a vain shadow If one considereth ; Vanity of vanities As the preacher saith.
“If one considereth” “વિચારી જોતાં”—એ શબ્દો ઉપર જરા લક્ષ દેવાનું છે. વ્યાવહારિક અનુભવમાં જગત નથી એમ વેદાન્તનું કદી કહેવું નથી. જે વ્યવહારસિદ્ધ છે તે તે તેમ છે જ. શાસ્ત્રદષ્ટિએ જે નવીન વાત સિદ્ધ થાય છે તે જ શાસ્ત્રને પ્રતિપાદન કરવાની છે. માટે “ત્રણ સત્ય” અને “કનિષદશા” એમ એ કહે છે. લોકદષ્ટિએ એટલે વ્યાવહારિક ભ્રભાત્મક પ્રતીતિમાં જગત ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાલમાં છે, શાસ્ત્રીય એટલે પારમાર્થિક દષ્ટિએ વિચારતાં એ કદાપિ નથી.