________________
33
“ શ્રી ણ: શરણં મમ
૨૦૦
કહે: ચાહે। તેમ કહો, પણ વિષપરિહારની દૃષ્ટિએ સહુ એક જ છે. મહાભારતકારે કૃષ્ણનું આ સ્વરૂપ — કર્મ ( પ્રવ્રુત્તિ )માં અકર્મ (નિવૃત્તિ) અને અકર્મમાં કર્મ, કર્તા અને છતાં અકર્તા એ સ્વરૂપ — કૃષ્ણને મહાભારતકારે નિઃશસ્ત્ર રાખીને અને તે જ સાથે એમને અર્જુનના સારથિ અનાવીને, બલ્કે આખા મહાભારત યુદ્ધના સૂત્રધાર રૂપે વર્ણવીને, પ્રકટ કર્યું છે. આમાં જેમ એ મહાન કવિની કાવ્યકલાની કુશલતા છે તેમ પરમાત્માના ચિન્તનમાંથી પ્રકટ થતું તત્ત્વજ્ઞાનનું એક અદ્ભુત સત્ય છે.
વ્યાસનું મહાભારત તે શું, પણ આપણું જીવન જે એક ન્હાના પ્રમાણમાં મહાભારત જ છે એનું સૂત્ર પણ એ સૂત્રધારના જ હાથમાં છે. પણ એનું જ એને આપીએઃ આપણી અજ્ઞાન દશામાં જે સૂત્ર એના હાથમાં છે એ જ્ઞાનથી એના હાથમાં રહેલું જોઈ એ તા એ એ સ્થિતિ વચ્ચે તિમિર અને પ્રકાશ જેટલા ફેર જણાશેઃ અન્ધકારમાં ડૂબેલું જગત સૌંદય થતાં જેવું અવનવું દીસે છે તેમ એ પરમાત્માનું દર્શન થતાં મનુષ્યજીવન પણુ કાઈક અદ્ભુત સ્ફૂર્તિ અને પ્રકાશથી ઝળહળી રહે છે.
પરંતુ આ સ્થિતિ શી રીતે પ્રાપ્ત થાય? ઉત્તરઃ ચમચૈત્ર વૃત્તુતે સૈન જન્ય તથૈવાસ્મા વિષ્ણુગુત્તે તેનું સ્વામ્ ।' ( ઉપનિષદ્ ): એ જેને ચાહે તેને પાતાનું સ્વરૂપ પ્રકટ કરે છે, અને તે જ ભાગ્યવાન પુરુષ વા સ્ત્રી એને પામી શકે છે.
પણ એ સૂત્રધારના અનુગ્રહ મેળવવા માટે કાઈ ધારી મા છે? મનુષ્ય બુદ્ધિમાં જે પરમાત્માના પ્રકાશ રહેલા છે તે વડે મનુષ્ય એ માર્ગો જોઈ શકે છે ઘણા નાની સાધુ અને ભક્ત જનાએ જોયા છે અને * ઉન્હાળામાં—માર્ચ એપ્રિલમાં—ગગાનાં પાણી છાછરાં થઈ ગયાં હાય છે ત્યારે માલ ભરેલા નાવને સઢ ચઢાવીને અને એને લાંખે। દાર આંધીને, નાવિક એ દાર પકડી કાંઠા ઉપર દૂર દૂર ચાલે છે, અને એ રીતે નાવને દોરે છે. એ જ રીતે, આપણા જીવનની દેરી પણ એ જ પરમાત્માને જ હાથ નથી? ન હેાય તે આપણે સમપવી જોઈએ, અને પ્રાર્થના કરવી જોઈ એ કે
“ પ્રભુ ! નૌકા મ્હારી સરલ ચલવા રાખી કરુણા.” નરસિહ મહેતાના “ જાગીને જોઉ તા” એ પ્રભાતિના વ્યાખ્યાનરૂપમ્હારા પુરાણા ૬ દિવ્યપ્રભાત ” એ નામના લેખનું વાચકને સ્મરણ આપુ ? [ આ પુસ્તક પૃ. ૨૦૫]
--