________________
યુધિષ્ઠિરનું અસત્યકથન
૧૯૩
સંગતિ કરવા જતાં જે વિરોધ આવે છે તે પ્રકટ કરી, એ વિરોધ વડે આ જગની ઘટનાનું અદ્ભુતપણું દશીવવું એ એનું કામ છે. આમ મારે નમ્ર મત છે.”
૮ અતમાં, રા. નરસિંહરાવ કહે છે “રા. આણંદશંકર કૃષ્ણના પરમાત્મારૂપની ઘટના બંધ બેસાડે છે એ ચાતુર્યયુક્ત છે; એથી વધારે નથી.” આ ઘટના મારી નથી; મહાભારતકારની છે. વ્યાસજીથી માંડી નરસિંહમહેતા સુધીના અનેક તત્ત્વજ્ઞાની ભક્તો જેને “કપટી” કહીને પૂજતા આવ્યા છે એ “કપટી” સાધારણ અર્થના કપટી કરતાં જુદો હોવો જોઈએ એ, એ ગ્રન્થકારેના કોઈ પણ અભ્યાસીને સ્પષ્ટ જણાયા વિના કેમ રહે એ હું સમજી શકતા નથી. જગતના ઈતિહાસમાં આટલે બધે કાળ સાધારણ અને કઈ પણ કપટી–અને તે પણ વળી એ કપટી છે એમ જણાઈને કપટી તરીકે !—પૂજાયો મેં જાણ્યું નથી. વળી બીજા કેઈ પણ ધર્મના ઇતિહાસમાં આવું વિશેષણુ–સામાન્ય અર્થમાં–પરમાત્માને લગાડેલું પણ મેં જોયું નથી. તે જ સાથે માયાને (“કપટ”) સિદ્ધાન્ત જેવો આ દેશમાં પ્રરૂપાય છે તેવો અન્ય કોઈ દેશમાં પ્રરૂપાય નથી. અને આપણું ગ્રન્થમાં પરમાત્માને આ “માયાને લઈ “ભાયાવી” (જાદુગર) કહેવાનો પ્રચાર મહાભારત પહેલાંના કાળથી ચાલતો આવ્યો છે એ સુવિદિત છે. આ બધી કુકણ સંબધી આખ્યાયિકાઓમાં અને તત્ત્વજ્ઞાનના સિદ્ધાન્ત રસિક આકારમાં મૂતિમત્ત થતા દેખાય છે. “જ્ઞા સુvળ સલાયા” એ કૃતિમાં વર્ણવેલા સખા જ, નર-નારાયણની જેડમાં, અને પછી નર-નારાયણના અવતારભૂત અર્જુન અને કૃષ્ણના સંબધમાં, મને પ્રતીત થાય છે; અને કૃષ્ણનું સારથિપણું અને યુદ્ધમાં શસ્ત્ર ન પકડવા પ્રતિજ્ઞા એ કઠોપનિષદના–“વત્તત્વ જ મffજ વાક્ય કૃતિ મુ” (મ)ના સિદ્ધાન્તમાં મને લઈ જાય છે. આ ઉપરાંત બીજી અગણિત વસ્તુઓએ કૃષ્ણમાં મને પરમાત્મબુદ્ધિ ઉપજાવી છે. આમ અર્થ સમજવાની રીતિને “ચાતુર્ય’ કહો, અગર એ કરતાં પણ વધારે અયથાર્થતાવાચક શબ્દ લગાડે, પણ સેંટ પોલના એ જ જાતના “ચાતુર્ય ઉપર અત્યારે આખો ખ્રિસ્તી ધર્મ ઊભો છે. અને સેંટ પોલની દષ્ટિને નિષેધ કરી
ઐતિહાસિક જીસસને જ માનવાને યુનિટેરિયન મત કદી પણ એ ખ્રિસ્તી ધર્મનું સ્થાન લઈ શકશે એમ હું માનતો નથી.
[ વસન્ત માર્ગશીર્ષ તથા ફાલ્યુન ૧૯૬૯] - તેથી જ એને “બાપા” કહી છે.
૨૫.