________________
યુધિષ્ઠિરનું અસત્યકથન
૧૯૨
"
માત્માની અદ્ભુતતા અને ગહનતાના પ્રમાણુરૂપે જીવે છે. રા. નરસિંહરાવ નિરીશ્વરવાદી નથી—એટલે એમને માટે આ ખીજો કલ્પ જ રહે છે. વિશ્વમાં પ્રતિક્ષણુ અસંખ્ય જન્તુ એક ખીજાના સંહાર કરીને જીવે છે, અને એ જ સંહારમાંથી ઉત્તરાત્તર ચઢીઆતા જીવા ઉત્પન્ન થતા આવે છે. એ સ્થળે એ સંહારના નિરીશ્વરવાદી પરમાત્માના અભાવ સાધવામાં ઉપયાગ કરે છે; પણ ઈશ્વરવાદીને તે એમાં ખરાબ સાધનવડે સારૂં ફળ ઊપજાવનારી પરમાત્માની અચિત્ત્વ શક્તિ જ પ્રતીત થાય છે. ત્યાં · physical evil' (દુ:ખ) જેમ પરમાત્મામાં આધક થતું નથી, તેમ પ્રકૃત પ્રસંગે moral evil ' ( પાપ ) એને ખાધ કરી શકતું નથી. વળી એ “ physical evil 'માં તે! જીવાની જવાયદારી પણ નથી, અને ઈશ્વરનું કતૃત્વ સ્પષ્ટ છે. અને આ · moral evil' (પાપ) તા રા. નરસિંહરાવ માને છે તેમ જો સર્વથા જીવને જ ઊપજાવેલા પદાર્થ છે, તે જીવ જ એ માટે જવાબદાર છે, અને પરમાત્માને એને બિલકુલ ખાધ આવતા નથી. પણ આમ પાતપેાતાનાં પાપ માટે જીવાનું કર્તૃત્વ છે, છતાં એ જીઢાં જુદાં પાપ એક બીજા સાથે સમન્વમાં આવી એક બીજાના નાશ કરે અને જગતનું શ્રેય થાય એ ચેાજના તેા છવાની કરેલી નથી જ. તેમ એ આકસ્મિક* પણ નથી.—આ વિશ્વમાં વિરાજતી કાઈક અદ્ભુત ઘટનાશક્તિની એ કરેલી છે—જેને આપણે ‘ શ્વર' એવું નામ આપીએ છીએ.
૭ રા. નરસિહરાવ કહે છેઃ “પાપ તે સ્વતન્ત્ર અસ્તિત્વવાળા પદાર્થ નથી, મનુષ્યમાં આચરણને માટે સંભવરૂપે જ એ પદાર્થ નજરે પડે છે, એ વિચારીશું તે પાપના ભાર પ્રભુને માથે મૂકવાના દોષ આપણે હિં કરિયે. જગમાં લાલચે ઉત્પન્ન કરીને તથા એ લાલચેા મનુષ્યના મન ઉપર અસર કરે હેવુ એ લાલચેાનું અને મનુષ્યના મનનું સ્વરૂપ પ્રભુએ ધાયુ છે, એમ રા. આણંદશંકર કહે છે તે પાપના આ સંભવ સ્વરૂપ તથા મનુષ્યને સ્વેચ્છાસ્વીકારની કસેટીવડે ઉન્નત કરવાની પ્રભુની ગહન યેાજનાના અનાદર કરીશું તા જ સ્વીકારી સકાશે.” હુ પણ એ પાપના ૮ સંભવ 'માંથી પાપ ઊપજાવનાર મનુષ્યને જ જવાખદાર ગણું છું અને એ પાપના ભાર મનુષ્યને જ શિર રહેવા દઉં છું. અને તેથી જ મહાભારતકારે પણ એ ભાર કૃષ્ણને માથે ચઢાવ્યા નથી એ હું જોઉં છું, પણ રા. નરસિંહરાવ “ મનુષ્યને...
એ આકસ્મિક હાય તે વિશ્વની ‘physical forces' (ભૈતિક શક્તિએ−)ની પરસ્પર સંઘટના પણ આકસ્મિક રીતે જ થઈ ગઈ છે એમ કેમ ન કહેવાય?