________________
યુધિષ્ઠિરનું અસત્યકથન
૧૮૭ આપ મને આપે છે, વગેરે બાબતો ધ્યાનમાં લેતાં ચચીપત્રના ઉત્તરમાં, બે શબ્દો લખવાની મને ઈચ્છા થઈ છે. વાચકને ઘણે કંટાળો ન આવે, (થોડેક તે આવશે) તેથી બનતા ને ટૂંકામાં હું મારો ઉત્તર આપીશ. બધી ચર્ચા ફરીથી ન ઊકેલતાં, હું એમનાથી ક્યાં ક્યાં જુદો પડું છું એ જ બતાવીશ.
૧ પ્રથમ તે એ જ કહેવાનું કે રા. નરસિંહરાવ ધારે છે તેમ હું એમને આ વાર્તાના સામાન્ય શ્રોતાઓ' ભેગા ગણતા જ નથીઃ મેં ખાસ વિવેક્ષાથી સામાન્ય” અને “શ્રોતા” એ શબ્દ પ્રયોજ્યા હતા, અને એ વડે ચૂમવિચારક શ્રોતાઓને અને વ્યાખ્યાનકર્તાઓને વ્યવચ્છેદ કરવાને મારે આશય હતો. મને લાગે છે કે હાલ આપણે જ્યાં વાચક– શબ્દ પ્રયોજીએ છીએ ત્યાં પૂર્વે શાતા’ શબ્દ પ્રયોજાતો તેથી મેં એ શબ્દ “વાચકના અર્થમાં વાપર્યો હશે એમ કદાચ રા. નરસિંહરાવે ધાર્યું હશે. પરંતુ વસ્તુતઃ એ શબ્દ મેં વ્યાખ્યાનકારના શ્રોતાઓના અર્થમાં વાપર્યો હતો, છતાં એમને આમ ભ્રમ થવાનું મેં કારણ આપ્યું તે માટે હું દિલગીર છું. ઘણું વ્યાખ્યાનકારે યુધિષ્ઠિરને અને મહાભારતકારને અણધારી રીતે કેટલોક અન્યાય કરે છે” એમ બીજે સ્થળે મેં કહ્યું છે તેમાં પણ અણધારી રીતે કહેવાને ભારે હેતુ એ જ હતો કે વિદ્વાન વ્યાખ્યાનકારે ધારતા નથી તેવી અસર આ જાતના નિરૂપણથી કેટલીકવાર–બકે ઘણીવાર શ્રોતાઓ ઉપર–સામાન્ય શ્રોતાઓ ઉપર–થાય છે. આવા અવિચારી જનમાં રા. નરસિંહરાવને ભેળવવાની મેં ધૃષ્ટ મૂર્ખતા કરી નહતી.
૨ “વાક્યાત થઃ વિચલિત vહું જ ધાએ રા. નરસિહરાવના વ્યાખ્યાનનું મુખ્ય સુત્ર હતું, અને એના પ્રભુદાહરણમાં યુધિષ્ઠિરને અસત્યને પ્રસંગ લેતાં એ “ અસત્યને જ આગળ કર્યા વિના બને એમ જ હેતુ”—એ હું કબૂલ કરું . પણ જ્યાં જ્યાં મેં આ કથા સાંભળી છે ત્યાં ત્યાં (ઉદાહરણ તરીકે અત્રેની હાઈસ્કૂલમાં પ્રસિદ્ધ નીતિશિક્ષક મિ. ગૂન્હે “સત્ય” ઉપર એક પાઠ આપ્યો હતો તેમાં પણ) મેં આ પ્રસંગની આ બાજુ જ દેખાડાતી જોઈ છે. તે યુધિષ્ઠિર અને વ્યાસજીને ન્યાય ખાતર આ વ્યાખ્યાનકારે સામે એક ફરિયાદ કરે તો તે શું ગેરવાજબી છે? રા. નરસિંહરાવે મુંબાઈ પ્રાર્થનાસમાજના મન્દિરમાં કીર્તન કર્યું તે વખતે હું હાજર નહોતું. પણ એ વખતે રા. નરસિંહરાવે આ પ્રસગને અંગે પોતે કહે છે તેમ યુધિષ્ઠિરના આ અસત્યકથન ઉપર ખેટ ભાર