________________
૧૪૨
યુધિષ્ઠિરનું અસત્યકથન
અભિલાષા પણ યુધિષ્ઠિરના મનમાં ભળેલી હતી. અને તેથી આ ઉચ્ચ લાગણીને બહાને આ અસત્યકથનને બચાવ કરવા મહાભારતકારે યત્ન કર્યો નથી. વસ્તુતઃ યુધિષ્ઠિર સ્વાર્થ ખાતર જ જા હું બેલ્યા ન હતા– બકે મૂળ પ્રેરકબળ તે દયાની લાગણીનું જ હતું, પણ આ પ્રસંગે ઘણું વાર બને છે તેમ મિશ્ર બળથી છેવટનું પગલું ભરાયું એમ બતાવવામાં "મહાભારતકાર, પાપની આપણું અત્તરમાં ગુપ્ત રીતે પસી જવાની કેવી યુક્તિ હોય છે એ સૂચવે છે. આમ ઉચ્ચ હેતુ સાથે યુદ્ધ હેતુ છાને માને કેવો ભળી ગયે–એમ કહેવામાં વ્યાસજી મનુષ્ય મનનું બંધારણુ બહુ ઊંડી દાઝથી બહાર આણું આપે છે,
૪ વળી એ પણ જોવાનું છે કે પ્રભુએ કરેલી આ સંસારની અદ્ભુત ઘટનામાં, ધર્મવડે અધર્મને પરાભવ થાય એમાં તે નવાઈ જ શી ? પણ કેઈકવાર અધર્મવડે પણ અધર્મને પરાભવ થાય છે. જેમકે –ઔરંગઝેબની ધમધ અનીતિને શિવાજીના છળથી વિનાશ થયો. અને આ જાતનાં—પાપે પાપને ખાધાનાં–દષ્ટાન્ત, ઈતિહાસમાં પુષ્કળ છે. પરિણામમાં ધર્મને જય અને પાપને ક્ષય કરાવનાર શક્તિ સદા સર્વત્ર જે પરમાત્મા જ છે, તે પાપ હામે પાપ ઉભું કરનાર શક્તિ પણ પરમાત્મા જ છે એમ માનવું સ્વત ફલિત થાય છે. આ વિચિત્ર ઘટનાને પ્રભુના નિર્દોષ સ્વરૂપ સાથે શી રીતે ઘટાવવી એ ધર્મના તત્ત્વજ્ઞાનને મહાપ્રશ્ન છે--જેને ખુલાસો કરવાની કવિને માથે ભાગ્યે જ ફરજ છે. એનું કામ તે, જગતની ઘટના ઉપર પ્રતિભાને પ્રકાશ નાંખી એ ઘટના જેવી છે તેવી વાચક આગળ પ્રત્યક્ષ કરવાનું છે; બલ્ક એ ઘટનાની પ્રભુના નિર્દોષ સ્વરૂપ સાથે સંગતિ કરવા જતાં જે વિરોધ આવે છે તે પ્રકટ કરી, એ વિરોધ વડે આ જગતની ઘટનાનું અભુતપણું દર્શાવવું એ એનું કામ છે. જેઓ આ વિશ્વની વ્યવસ્થામાં ઈશ્વર અને શેતાન એવી સમાન કક્ષાની પરસ્પર વિરુદ્ધ શક્તિએનું દૈત માનતા નથી તેઓ શેતાનનું અસ્તિત્વ સ્વીકારીને પણ છેવટે જ કોઈને કોઈ રીતે સર્વ ધર્મમાં આવા દૈતને નિષેધ થતે જોઈએ છીએ. અહુરમઝુદ અને અહિમાનને હામરહીમા ગોઠવનાર ધર્મમાં પણ અહિમાનની પાર અહુરમઝદને મૂકવાનો એક યત્ન થયો છે. દેવ અને અસુર પણુ પ્રજાપતિ (દેવાધિદેવ) માંથી ઉત્પન્ન થયા હતા એમ ઉપનિષહ કહે છે (“રેવાકુ હવે ચક તિરે એ પ્રજ્ઞાપત્યાઃ”), ખ્રિસ્તી ધર્મમાં પણ Manichanism ને ઈનકાર કરવામાં આવ્યું છે.