________________
યુધિષ્ઠિરનું અસત્યકથન
૧૭૭
૨૩ યુધિષ્ઠિરનું અસત્યકથન આશ્વિન માસમાં રા. નરસિંહરાવના હરિકીર્તનનું અવલોકન કરતાં મેં જણાવ્યું હતું કે યુધિષ્ઠિરના અસત્યકથન પરત્વે મારે એમની સાથે જૂને મતભેદ છે. આ વાંચી કેટલાકને આશ્ચર્ય સાથે પ્રશ્ન થયો હશે કે શું હું અસત્યને બચાવ કરતે હઈશ? આ શંકાના ઉત્તરમાં હું આરંભે જ જણાવી દઉં કે હું અસત્યને લેશભાર પણ બચાવ કરતો નથી; એટલું જ નહિ પણ, મારે મતે, આવું અસત્ય–અર્ધસત્ય હાઈ સત્યમાં ભળી, સત્યનું મિથ્યા રૂપ ધારણ કરી–સંપૂર્ણ અને હડહડતા અસત્ય કરતાં પણ વધારે નુકસાનકારક છે. પણ પ્રકૃતિ પ્રસંગમાં અસત્યની નિન્દી કરવા જતાં ઘણા વ્યાખ્યાનકારે યુધિષ્ઠિરને અને મહાભારતકારને અણધારી રીતે કેટલોક અન્યાય કરે છે એ પ્રકટ કરવાનું મારું તાત્પર્ય છે. એ શી રીતે તે બતાવવા પહેલાં–એ અસત્યકથનના પ્રસંગને ટૂંકામાં અનુવાદ કરું. પ્રસંગ આવો છે.
દ્રોણ પાંડવની સેના સામે રણે ચઢયા છે, અને અસંખ્ય સૈનિકને નાશ કર્યો જાય છે—એ જોઈ પાંડવો કંપવા લાગ્યા. માત્ર અર્જુન દ્રણની સામે લઢી શકે એવે છે, પણ અર્જુન “ધર્મવિત’—ધર્મ, કાયીકાર્ય જાણનાર–છે, એટલે ગુરુ સામે એ કદી પણ શસ્ત્ર ઊપાડનાર નથી—એમ વિચારી “તિમાન રે સુa Rાજુનમત્રવત”—પાંડના શ્રેયમાં તત્પર અને બુદ્ધિમાન એવા કૃષ્ણ અર્જુનને કહ્યું –કે દ્રોણના હાથમાં જ્યાં સુધી શસ્ત્ર છે ત્યાં સુધી જયની આશા વ્યર્થ છે એટલું જ નહિ, પણ એ સર્વને નાશ કરી નાંખશે, માટે હવે તે કાંઈક યુક્તિ શોધી કાઢવી જોઈએ. મને લાગે છે કે અશ્વત્થામાને ભરાયો જાણે તે એ શસ્ત્ર ફેકી દે. માટે કઈક માણસ “અશ્વત્થામા ભરાય' એમ એને કહે તો ઠીક, અજુને આ સલાહ પસંદ ન કરી, ભીમે કરી. ભીમે માલવરાજના અશ્વત્થામા નામના હાથીને માર્યો અને કોણ પાસે જઈ “અશ્વથામા ત ત મુવાર
”—અશ્વત્થામા ભરાય” એમ ઊંચે સ્વરે જાહેર કર્યું. આ સાંભળી દ્રોણને શરીરે ક્ષણવાર પરસેવો છૂટી ગયા, પણ ભીમની વાણમાં એને શ્રદ્ધા નહોતી અને પિતાના પુત્રનું બળ એ જાણતો હતો એટલે એ વાત માની નહિ, અને બેવડા જુસ્સાથી શત્રુની સેનાને સંહાર ચાલ રાખ્યો. * માટે મતભેદ' કરતાં દષ્ટિભેદ કહું તો તે વધારે યથાર્થ જણાશે. ૨૩