________________
૧૭૪
એક હરીફકીર્તન પ્રશ્ન ઊઠો કે–આ બેમાં અધિક કેણુ?” કવિ કહે છે સિદ્ધાર્થને તારકવૃદ્ધે પ્રેર્યો. પણ મને લાગે છે કે પ્રકૃતિ અને જીવલોક ઉભયમાંથી સત્યનું દર્શન કરાવવાના લેભમાં કવિશ્રી સિદ્ધાર્થના જ્ઞાનનું વિશિષ્ટ સ્વરૂપ ભૂલાઈ ગયું છે. “હને પ્રેરતા તારકવૃન્દ ! આ હું આવ્યું.”એ નહિ; પણ
દુખડૂખ્યા એ જગજન! આ હું આવ્યો રે.” –એ જ સિદ્ધાર્થના અભિનિષ્ક્રમણને હેતુ છે. અને આ વાત સ્મરણમાં આવતાં એ તારકવૃન્દ અને સિદ્ધાર્થના અભિનિષ્ક્રમણના પ્રેરક બળરૂપે ન જણાતાં, સુદ ભૌતિક રજકણની માફક એ મારી દષ્ટિ આગળથી વળાઈ ગયા–અને સિદ્ધાર્થ એક્લો જ એની અભુત ભવ્યતાથી મારી દષ્ટિ આગળ ઉભેલે રહ્યો. “દુઃખદુખ્યા જગજન! આ હું આવ્યો રે!” – એ ઉગાર કદી પણ તારકવૃન્દ–“Nature red in tooth and claw'–ઉગારી શકવાનાં હતાં? અને એ–
ચાલ્યા શ્યામ રજનિમાં ચાલ્યો–' એમ કીર્તનકારે ગાયું, અને અંધારી રજની વિસ્તરેલી શ્રોતાજનને, કુશળ વ્યાખ્યાનના બે ચાર શબ્દથી, પ્રત્યક્ષ દેખાઈ. તે વારે એ શ્યામ રજનીને અન્ધકાર પણ મારાં નેત્ર આગળ ગૌતમ બુદ્ધના જ્ઞાનતેજથી ફેડાતો હોય એમ દીસવા લાગ્યું અને
___ या निशा सर्वभूतानां तस्यां जागति संयमी' એ પંક્તિને અર્થ બેવડા સત્યથી ભરાએલો મારી નજર આગળ આવે. (૩) ત્રીજું આખ્યાન યુધિષ્ઠિરના અસત્યકથનનું પ્રત્યેદાહરણ રૂપે હતું.
अथैव वा मरणमस्तु युगान्तरे वा।। એવી દઢતાને અભાવે–-યુધિષ્ઠિર જા હું બોલ્યા; એ બતાવી,
(૪) જીવનની તૃણું જે અનેક પાપનું મૂળ છે તે ટાળવા કીર્તનકારે નીચેની પંક્તિઓ વડે જગતની ક્ષણિકતા તરફ શ્રોતાજનનું બહુ અસરકારક રીતે ધ્યાન ખેંચ્યું –
જાય છે જગત ચાલ્યું રે એ જીવ ને. જેને તું પાટણ જેવાં સારાં હતાં શહેર કેવાં; આજ તે ઉજડ એ તે રે, એ જીવ જેને. રૂડા રૂડા રાણુંજાયા, મેળવી અથાગ ભાયા;