________________
૧૬૪
નવાં દર્શન
જિજ્ઞાસુ—જે એક અખંડ સતત પદાર્થ (continuum) કહ્યો તે અવિચ્છિન્ન, ‘સભર’ભરી કાઈ વસ્તુ, પરિણામ વા દ્રવ્ય એમ જ નૈ? વિદ્વાન—એમ જ; અર્થાત્ વિશ્વમાં કયાંએ પણુ વિચ્છેદ, ‘ અન્તર’વા ‘છિદ્ર' નથી. પણ આ મૂળ પદાર્થના સંબન્ધમાં જડ વસ્તુના અત્યારસુધી ચાલતા ખ્યાલ તમારે છેડી દેવા જોઇએ. મ્હે જે અવિચ્છિન્ન વસ્તુ કહી એ જોઈ કે સ્પર્શી શકાય એવી નથી, તેમ મનથી એનું ચિત્ર પણ પાડી શકાય તેમ નથી. તમારા સર્વે ચિત્રની પાછળ રહેલું એ સત્ત્વ છે. મન એને અખિલ રૂપે ગ્રહણ કરી શકતું નથી. એ એને દેશ કાલ અને વસ્તુ એમ ત્રણ પદ્માર્થીમાં વિભક્ત કરીને જ ગ્રહણ કરે છે. પણ પરમાર્થમાં એ ત્રણે પદ્યાર્થી એક અખંડ પદાર્થના રૂપ માત્ર જ છે. આ દેશ–કાલ પદાર્થ, અમુક સ્થળે મચડાતાં, ( distorted ) વિકૃત થતાં, જડ વસ્તુ (matter) અને છે. દેશ અને કાલ ઉપર મન જ્યારે કામ કરે છે ત્યારે મન સર્જક અને છે. એ શી રીતે એ કામ કરે છે એ આપણે જાણતા નથી, પણ એ કાંઈક કરે છે અને એને પરિણામે પ્રકૃતિભૂત જડ વસ્તુ ઉત્પન્ન થાય છે. જિજ્ઞાસુ—તમે કહેા છે! કે કાલ એ ચતુર્થ માન ( fourth dimension) છે, કાલને માન ( માપ ) છે એ શી રીતે કહેવાય ? જેમ લીટીમાં એક બિન્દુથી ખીજા બિન્દુ ઉપર જઈએ છીએ, તેમ કાલમાં એક ક્ષણથી ખીજા ક્ષણ ઉપર જઈએ છીએ.
વિદ્વાન—કાલને માન (માપ) છેઃ
જિજ્ઞાસુ—ત્યારે આ રીતે દેશની કલ્પના વિના કાલની કલ્પના બની શકતી નથી; અને તે જ પ્રમાણે દેશની કાલ વિનાઃ આમ બંને એક ખીજા સાથે સંકળાએલાં છે, છૂટાં પાડી શકાય એવાં નથી. વિદ્વાન—ખરાખર; આ ચતુર્મીન (four-dimensional ) જગમાં કાલ એ તે તે ઉત્પદ્યમાન વસ્તુ અને ઘટનાની બહારના પદાર્થ નથી. એ ઉત્પન્ન થતી વસ્તુ યાને બનતી ઘટનાઓ સાથે સંકળાએલા છે. એ એક સ્વતન્ત્ર પદ્માર્થ નથી કે જેની અંદર વસ્તુઓ વા ઘટના
÷
★ " यदा ह्येवैष पतस्मिन्नुदरमन्तरं कुरुते अथ तस्य भयं મતિ”.-ઉપનિષદ્ના રામાનુાચાર્યે કરેલા અર્થ.