________________
૧૫૬
જડવાદ અને ચૈતન્યવાદ સ્યની ભૂમિકામાં પણ વ્યાપેલે છે, એની શક્તિ કેટલી બધી ચમત્કારક છે, એ જ બતાવી આપે એમાંથી ખાસ કરીને જડથી અતિરિકત ચેતન્યનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી.
હવે ખરું જોતાં પ્રોફેસર બેસના પ્રયોગમાંથી શું સિદ્ધ થાય છે એ વિચારીએઃ આખું વિશ્વ એકાકાર ચેતન છે એમ, કે જડ છે એમ? જડમાં પણ ચેતનના ખાસ મનાતા ધર્મો નજરે પડે, તે જેમ એક પાસથી સર્વ ચેતન છે એમ અનુમાન નીકળે તેમ બીજી પાસેથી ચેતનમાં જડ કરતાં કાંઈ સવિશેષતા નથી એમ પણ ફલિત થાય–અર્થાત્ જડ-ચેતનને વિભાગ લેપ પામી જડ કરતાં અતિરિકત ચૈતન્ય માનવાને કારણું રહેતું નથી. હવે વસ્તુતઃ જતાં, પ્રોફેસર બાસના પ્રયોગથી સિદ્ધ થાય છે તે એટલું જ કે ચેતનને ખાસ મનાતે એક ધર્મ–વિષની અસર થવી–એ જડમાં પણ છે. પણ એટલા ઉપરથી જડ અને ચેતન વચ્ચે કાંઈ ભેદ જ નથી, ચેતન એ જડનું માત્ર પછીનું પગથીયું જ છે એમ અનુમાન થઈ શકતું નથી. પ્રોફેસર બેસે બતાવી આપેલા ધર્મ ઉપરાંત બીજ ઘણું ધમે છે કે જે જડ અને ચેતન ઉભયમાં રહેલા સુપ્રસિદ્ધ છે, છતાં માત્ર એટલા ઉપરથી બંને વચ્ચે બિલકુલ ભેદ જ નથી એમ સિદ્ધાન્ત કાઢવો હજી સુધી કોઈએ વાજબી ગણ્યું નથી. પરંતુ પ્રો. બેસના પ્રયોગથી એટલું સૂચવાય છે ખરું કે જડ અને ચેતન ગમે તેટલાં ભિન્ન દેખાય, છતાં બંનેની પાછળ કાઈક સમાન તત્ત્વ રહેલું છે એટલે કે બંને એક જ પ્રકૃતિના જુદા જુદા (એક જ નહિ, પણ જુદા જુદા) આવિર્ભા છે.
આ જ સિદ્ધાન્ત શ્રીમદ્ભગવદ્ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને મૂક્યો છે – "भूमिरापोऽनलो कायुः खं मनो बुद्धिरेव च । अहंकार इतीय मे भिन्ना प्रकृतिरष्टधा॥ अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् । जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् । पतधोनीनि भूतानि सर्वाणीत्युपधारय ॥"
તાત્પર્ય–પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન બુદ્ધિ અને અહંકાર એમ આઠ પ્રકારની પરમાત્માની અપરા પ્રકૃતિ છે; અને એ સર્વથી અતિરિકત જે જીવ’ એ એની પર પ્રકૃતિ છે—જે પરા પ્રકૃતિ વડે આ જગત અસ્તિત્વમાં ધરાઈ રહ્યું છે. સર્વ ભૂતમાત્ર આ કિવિધ પ્રવૃતિમાંથી ઉત્પન્ન થયાં છે. .