________________
જડવાદ અને ચૈતન્યવાદ
૧૫૩
કરી દીધું હોય એમ લાગતું. પરંતુ તે જ સમયમાં—એ જડવાદના સામ્રાજ્યના જ સમયમાં–એ સામ્રાજ્ય હામે શસ્ત્ર ઊપાડવામાં આવતાં હતાં. જર્મન તત્ત્વજ્ઞાનના પરિચયને પરિણામે ઇંગ્લંડના ચેતન્યવાદીઓએ એમ સિદ્ધ કરવા માંડયું કે સાયન્સનો પ્રદેશ મયૉદિત–સાંકડે છે, સાયન્સમાં ચૈતન્ય ના અસ્તિત્વ અને સ્વરૂપ વિષે નિર્ણય કરવાની શક્તિ નથી, અને તેથી ચૈતન્ય વિષે એ જે જે પ્રલાપ કરે છે એ એના અધિકારની બહારના હેઈ નિરર્થક છે. ચૈતન્યના અસ્તિત્વ અને સ્વરૂપનો નિર્ણાયક આત્મા–સ્વસંવિત –એ જ એમાં પ્રમાણ છે; અને સંવિત એવી સાક્ષી પૂરે છે કે મહારું સ્વરૂપ જડના નિયમમાં આવી ન શકે એવું અલૌકિક છે. આ પ્રમાણે સાયન્સના પ્રદેશની ઇયત્તા બાંધીને, ચૈતન્યને એની પાર રાખવું—એ તત્ત્વચિન્તનને જડવાદખંડનને માર્ગ છે. (જેને ખાસ કરીને અર્વાચીન સમયમાં જર્મન તત્વચિતક કારે પ્રચલિત કર્યો છે.) અને એ દલીલ ટેનિસન જેવા ઊંડા અનુભવીઓને અને તત્ત્વચિન્તક તરફ પ્રીતિની દૃષ્ટિથી જોનારાઓને સન્તોષકારક થઈ હતી. પરંતુ, સાયન્સને જ મનુષ્યજ્ઞાનને પરિપૂર્ણ કાપ માનનારાઓને જુદી જ તરેહના પ્રમાણુની અપેક્ષા છે. અને એ પ્રમાણને અભાવે એઓને ચૈતન્યવાદ કરતાં જડવાદ વધારે સયુક્તિક લાગે એ સ્વાભાવિક છે.
બીજી તરફથી, ચેતન્યને સાયન્સના અધિકારની બહાર ન રાખતાં અન્દર રાખી, આ પ્રશ્નને “ફરી તપાસણી” ઉપર લેવા સાયન્સની કેર્ટને અરજી થઈ. હવે વિચારનું એવું વલણ શરૂ થવા માંડયું કે-જડવાદ દુરાગ્રહી, પૂર્ણ સત્ય તરફ આંખ મીચનારે, અને સાયન્સની પિતાની જ સત્યાન્વેષણબુદ્ધિથી ઉલટે ચાલનારે છે. મૅડમ બ્લેવકીએ જગત આખાના ઘર્મગ્રન્થમાં અર્વાચીન સાયન્સના કેટલાક સિદ્ધાન્ત બતાવી આપ્યા, અને પ્રાચીન ધર્મગ્રન્થનું ગૌરવ વધારી અર્વાચીન સાયન્સને હલકું પાડયું; અને એમ જણાવવા માંડયું કે સાયન્સના અમુક વિદ્વાનોના અનુભવમાં જે આવ્યું નથી એ ખોટું જ છે, અને પ્રાચીન તેમ જ અર્વાચીન અનેક સ્ત્રીપુરુષે જેઓ પિતાને મહાત્મા-પ્રેત-યોગ-સમાધિ વગેરેના અનુભવ થયાનું કહે છે એ ભેળા યા ઠગારાં છે–એવો આગ્રહ સાયન્સની ઉદાર સત્યાવેષણબુદ્ધિને છાજતો નથી. પરંતુ જેમ પૂર્વોક્ત તત્વચિન્તનના માર્ગથી ચૈતન્યના અસ્તિત્વની સર્વને ખાતરી થતી ન હતી, તેમ મૅડમ બ્લસ્કીન આ શબ્દપ્રમાણ તથા એકદેશી અને સંદિગ્ધ અનુભવ ઉપર રચાએલો ચિતન્યવાદ પણ સર્વને સન્તોષ ઊપજાવી શકતો નહતો.