________________
અનુભવને અવકાશ છે, અને તેથી કેટલાક ધર્મચર્ચામાં એવા અનુભવ કથનની અપેક્ષા રાખે; તેમને આ પુસ્તકમાં નિરાશા પણ મળે. પણ આચાર્ય આનંદશંકરની ધમને બુદ્ધિની ભૂમિકા પર ચર્ચવાની જ આદ્યપ્રતિજ્ઞા છે. અગમ્ય અનુભવને દા નહિ કરવામાં તેમની એક પ્રકારની પ્રામાણિકતા રહેલી છે, જેને માટે આપણને આદર થવો ઘટે છે. અને આપણુ ધર્મમાં, આ અગમ્ય અનુભવને એથે કેટલો વહેમ, કેટલે દંભ, કેટલી ઠગાઈ, કેટલે અનાચાર ધર્મમાં પેસી ગયો છે? એ માર્ગ દૂર જતાં ધર્મ અને કીમિયા વચ્ચે, અને ધર્મ અને જાદુ વચ્ચે કંઈ ફરક રહેતું નથી ! એ બધાંને કાઢવા માટે બુદ્ધિ જેવું કંઈ બીજું શોધન નથી. એટલું જ નહિ. આનંદશંકર કહે છે કે બુદ્ધિ એક વસ્તુ કહે અને અનુભવ બીજી વસ્તુ કહે, એ શક્ય નથી. એટલે દાર્શનિક ચચી બુદ્ધિની ભૂમિકા ઉપર અવશ્ય થઈ શકે. અને એમને મન બુદ્ધિની–જ્ઞાનની મહત્તા ઘણું જબરી છે. ૧૭ બુદ્ધિ અને હૃદય અને સ્વીકારવા છતાં, હમેશાં તેમનો ઝોક બુદ્ધિ તરફ વિશેષ હોય છે. વિશેષ શું, તેઓ પાપને—માયાને અજ્ઞાન, અવિદ્યા કહે છે, અને મોક્ષને જ્ઞાન કહે છે. એમની ફિલસૂફીને સમગ્રરૂપે જતાં જણાશે કે એમના વક્તવ્ય અને એમના કાર્ય માટે બુદ્ધિ અને જ્ઞાનનું દષ્ટિબિન્દુ જ ગ્ય છે. અને એમ કરવામાં તેઓ આપણું ધર્મના મહાન આચાર્યોની પરંપરાને જ અનુસર્યા છે, જેને સમકાલીન દાખલા લોકમાન્ય ટિળકનું ભગવદ્ગીતારહસ્ય છે. ' * ઉપર કહ્યું તેમ આ નિબંધોને કેટલોક ભાગ અત ઉપર થતા આક્ષેપિના ઉત્તરરૂપે લખાયો છે. અને એ ઉત્તરદ્વારા આપણને આચાર્ય આનંદશંકરનું સ્વતંત્ર મનન મળે છે. આ આક્ષેપમાં સૌથી પહેલો આપણે સામાન્ય લેકબુદ્ધિને આક્ષેપ ગણીએ, કે આ જે જગતને આપણે હમેશ જોઈએ છીએ, અને જેમાં વ્યવહાર કરીએ છીએ તે મિથ્યા શી રીતે હોઈ શકે? આને એમને જવાબ ઘણો સયુક્તિક છે. દેખાતી વસ્તુની શંકામાંથી જ સર્વ શાસ્ત્રની ઉત્પત્તિ છે, અને સત્ય દેખાય છે તેથી જુદું છે, એનું જ સર્વશાસ્ત્ર નિરૂપણ કરે છે. આપણે સૂર્યને પૃથ્વી આસપાસ
૧૭. પૃ. ૩૮અહીં સ્મરણમાં રાખવું જોઈએ કે આનંદશંકરભાઈ બુદ્ધિ અને વિવેકશક્તિને એક ગણે છે. એથી વિશેષ પૃથક્કરણ કરવું હોય તે એમ કહેવાય કે પ્રત્યગૃષ્ટિ self-consciousness એ અધ્યાત્મશાસ્ત્રને મૂળભૂત તાત્વિક અંશ છે. મણિલાલ નભુભાઈએ આ શબ્દ આ અર્થમાં વાપર્યાનું સ્મરણ છે. આનાશંકર એક જગાએ એને માટે પ્રતિબોધ શબ્દ વાપરે છે.