________________
બહૂદર્શન
૧૪૧
ઊપજાવી શકે; પૂર્વીકત દર્શનની ખામીથી મુકત હાય, અને છતાં એ દર્શનાના સારા ભાગની અવગણના ન કરે. આવું તત્ત્વદર્શન આ ભૂમિમાં શ્રુતિના સમયથી હયાત હતું; ખીજાં દર્શને અને ધર્મની ચડતી-પડતી વખતે પણ એનું તેજ સર્વથા લુપ્ત થયું ન હતું. ખરા ધાર્મિક આત્માઓ કાઈ કાઈ પણ હંમેશાં ખૂણેખાચરે પડ્યા રહેતા. એમના આત્મામાં અને જીવનમાં અને ઉપદેશમાં વેદાન્તદર્શન ઝળક્યા કરતું હતું. વેદાન્તદર્શનજે મહાતેજનાં અન્ય દર્શના ભાગલાં કિરણેા છે—એણે પુનઃ જન્મ ધારણ કર્યાં, પુનઃ સામ્રાજ્ય સ્થાપ્યું. એની શ્રેષ્ઠતા કયાં રહી છે, અને કેવી રીતે રહી છે એ વિષે આપણે આગળ વિચાર કરીશું.
[ વસન્ત, ફાલ્ગુન ૧૯૬૦, ]