________________
૧૩૭
ષડ્રદર્શન આદિવિદ્વાન કપિલમુનિને જણાયું કે દેહ અને આત્મા–પ્રકૃતિ અને પુરુષ”—એ બે પદાર્થો, જે વસ્તુતઃ ભિન્ન છે, તેમને સેળભેળ કરી નાંખવાથી, અર્થાત્ એમની વાસ્તવિક જુદાઈ ન સમજવાથી, સર્વ દેવ ઉત્પન્ન થાય છે. મનુષ્ય પિતાને સંસારનાં દુખાથી દુઃખી માને છે, રાગદ્વેષાદિથી આમ તેમ ખેંચાઈ પાપ કર્મ કરે છે, અને જે વિશુદિથી પરમાત્માને સાક્ષાત્કાર થઈ શકે છે એ વિશુદ્ધિ ખેઈ બેસે છે–આ સર્વ પ્રકૃતિ અને પુરુષના અવિવેકને લીધે થાય છે. પ્રકૃતિ અને પુરુષનાં સ્વરૂપ સમજવાં, એકનું વિકારિત્વ અને બીજાનું સર્વવિકારરહિતત્વ ગ્રહી લેવું—એ કપિલમુનિને દર્શનને માર્ગ જડ્યો. અને એ માર્ગના સ્પષ્ટીકરણઅર્થે એમણે પ્રકૃતિના સ્વરૂપ ઉપર ઊંડું મનન કરી–મૂલ અવ્યક્ત પ્રકૃતિમાંથી મહત્તત્ત્વ, અહંકાર, પંચતન્માત્રા આદિ સકલ બાહ્ય અને આન્તર જગત કેવું આવિભાવ પામે છે એ બતાવ્યું, અને એ સર્વ પ્રકૃતિની શૃંખલાથી પુરુષ વસ્તુતઃ કે બહાર છે એ વાત ભાર મૂકી મૂકીને દર્શાવી. હિન્દુસ્તાનના તવદર્શનમાં આ પહેલું દર્શન. વિશ્વનાં જુદાં જુદાં તેની સંખ્યા ગણાવી તેથી, અથવા તે કેટલાક કહે છે તેમ સારી “ખ્યા” કહેતાં બુદ્ધિ–વિવેકબુદ્ધિ સૂઝાડી તેથી, આ દર્શન સાંખ્યદર્શનને નામે પ્રસિદ્ધ છે. આ દર્શનના, કાળ જતાં, અનેક અવતાર થયા, પણ આપણે તે આ સ્થળે માત્ર પ્રથભાવતારનું જ પ્રયજન છે.
કૃતિનું સત્ય પ્રત્યક્ષ કરવામાં પ્રકૃતિપુરુષને અવિવેક નડે છે–એમ કપિલમુનિએ પ્રધાનપણે બતાવ્યું. તત્ત્વચિન્તનના ઇતિહાસમાં આ શોધ કાંઈ નહાનીસૂની નથી. પણ અજ્ઞાનનું પડ આત્મા ઉપર એટલું તો જાડું બન્ચાઈ રહ્યું છે કે માત્ર વિવેકના કિરણથી એ સહજ ભેદાઈ જાય એવું નથી. પુરુષ પ્રકૃતિથી જુદો છે એ વાત સમજાઈ માત્ર કાને પડી એટલું જ નહિ, પરન્તુ ગળે પણ ઊતરી. પણ શું એટલાથી મનુષ્ય રાગદ્વેષાદિથી ખેંચાત અટકયો? એના ત્રિવિધ તાપ શમી ગયા? વિષય તરફ એનું મન દેડતું બબ્ધ રહું? માયાનાં કાર્ય તરફ નજર કરતાં તે, માયાનું આવરણ હતું તેવું ને તેવું રહ્યું એમ કહેવામાં પણ બાધ નથી. આત્મા દેહથી જુદો છે એમ જાણ્યું પણ એમ જાણ્યા છતાં કેટલા મનુષ્ય દેહવાસનાથી મુક્ત થયા? અરે! એક રીતે તે પૂર્વના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ પ્રાપ્ત થઈ એમ કહીએ તે ચાલેઃ પહેલાં દેહથી આત્મા જુદો છે એ વાત જાણી નહતી; હવે તો એ વાત જાણું, અને જાણ્યા છતાં તદનુસાર વર્તન
૧૮