________________
,
૧૨૫
વિવેક અને અભેદ
૧૭ વિવેક અને અભેદ
આપણું અનુભવમાં જે પદાર્થો–વસ્તુતઃ જુદા છતાં–એકઠા થઈ ગએલા ભાસે છે, એને જુદા પાડીને જેવા એનું નામ “વિવેકઝ. વેદાન્તશાસ્ત્ર–જેમાં ન્યાય સાંખ્ય આદિ સર્વ શાસ્ત્ર પરિસમાપ્ત પામે છે–એમા 'વિવેક બે પ્રકારને વર્ણવ્યો છે –
(૧) નિત્યાનિત્યવહુવિવેક
(૨) આત્મ-અનાત્મવિવેક હવે આ ઉભયનું સ્વરૂપ વિચારીએ. એ વિચારવા માટે વિવેક પરત્વે જગતના તત્વજ્ઞાનના ઈતિહાસમાં કેવા કેવા સિદ્ધાન્ત ઉદભવ્યા છે એ જોઈએ. અને છેવટે વિવેકની પાર જઈ અભેદ સિદ્ધાન્ત સ્થાપવા કેવા યત્નો થયા છે એ પણ અવકીએ.
(૧) નિત્યનિયવસ્તુ-વિવેક મનુષ્ય અને અન્ય પ્રાણીઓમાં એક મુખ્ય ભેદ એ છે કે અન્ય
પ્રાણુઓ માત્ર વર્તમાન ઉપર જ દષ્ટિ રાખી શકે છે, તત્ત્વજ્ઞાનનું બીજ અને મનુષ્ય ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેને પિતાની
નજર આગળ સ્થાપી પિતાના હિતાહિતનો વિચાર કરી શકે છે. ઉદાહરણ તરીકે, ગાય આગળ ઘાસ નાંખશો તે જેટલું ઘાસ એની વર્તમાન ભૂખ શાન્ત કરવા માટે જોઈશે તેટલું બધુ એ ખાઈ જશે. પરંતુ, એથી એને બીજે દિવસે તદ્દન ભૂખ્યા રહેવું પડે એમ હશે તે પણ, એ દિવસ માટે કાંઈક ભૂખ્યા રહીને પણ થોડું રાખવું ઠીક છે એવો વિચાર એને આવી શકશે નહિ. પરંતુ મનુષ્ય પોતાની વર્તમાન ભૂખને અર્ધ શાન્ત કરીને પણ બીજે દિવસે તદ્દન ભૂખે મરવું ન પડે એ માટે ગોઠવણ રાખશે. અર્થાત્ સુધાશાતિરૂપી અનિત્ય સુખ સાથે જીવવા રૂપી (પ્રમાણમાં) નિત્ય સુખની સરખામણી કરવી એ મનુષ્યથી થઈ શકે છે, અન્ય પ્રાણઓથી થઈ શકતું નથી. મનુષ્યમાં જેઓને અધિક વિચારશક્તિ પ્રાપ્ત થઈ છે, એ આ જન્મના વિચારથી ન અટકતાં જન્માન્તર–પરજીવનને * કેટલાંક પ્રાણીઓમાં કાંઈક આવો વિચાર જોવામાં આવે છે ખરેઃ કીડીઓ કશું સંધરે છે, અને કૂતરૂ રેટલો જમીનમાં દાટી મૂકે છે. પણ