________________
૧૭
ધર્મચર્ચામાં તુલના અને સરખામણીને સ્થાન છે, પણ આ અર્થ કરવાની પદ્ધતિ એક બાજુ આડબરી તેમ બીજી બાજુ અપ્રામાણિક છે. આનંદશંકરભાઈ પણ એ જ સ્વદેશમમતાથી પ્રેરાઈને સાહિત્યપ્રવૃત્તિ કરે છે. છતાં તેમણે કદી વકીલની પેઠે કશું કહ્યું નથી. સત્યથી જ દેશની સેવા થઈ શકશે, અને વિદ્યાના ક્ષેત્રમાં તે સત્ય સિવાય બીજા કશાથી વિજય મળતું નથી, એ તેમની નિશ્ચલ પ્રતીતિ હતી. પિતાને જે દાવો છે તેમાં જે સત્ય હોય છે એ સત્યથી જ એ દાવો છતાવાનો છે, કેઈ અસત્યથી નહિ. પણ એ દાવાનું સત્ય બરાબર શેધીને મૂકવું જોઈએ. અને આનંદશંકરને પુરુષાર્થ એમાં રહેલો છે.
આનંદશંકરના આ લેખ પૂરા સમજવા માટે આપણે તેમની પ્રેરણું અને શ્રદ્ધા અને ભન્તવ્ય અને તેમની નિરૂપણપદ્ધતિ બરાબર સમજવા જોઈએ. ઉપર કહ્યું તેમ તેમની પ્રેરણું માત્ર સ્વદેશની નહોતી, પણ ધર્મની પણ હતી. આપણુ પાસે ઉત્તમ ધર્મ છે તે આપણે પારકાથી થતી ધર્મનિન્દા શા માટે સહી લેવી? તેનું વર્ચસ્વ શા માટે દુનિયામાં ન સ્થાપવું? એટલું જ નહિ, પણ તેમને એવી પણ શ્રદ્ધા હતી કે ધર્મ જ માણસને અને દેશને ખરે બલપ્રદ ઉન્નતિકર અને સુખપ્રદ નીવડશે. ધર્મ, તે એમને મન કઈ જીવનની એકાદ શક્તિ કે એકાદ ખૂણે કે પ્રદેશ નહોતે. એ સમગ્ર જીવનવ્યાપી દષ્ટિ હતી, જે સમગ્ર વ્યવહારને વ્યાપી તેને શુદ્ધ અને જીવન્ત કરે છે. એમની ધર્મ અને વ્યવહારની દષ્ટિ અભુત રીતે એમની જગત અને પરમાત્માની દષ્ટિની સાથે સામ્ય ધરાવે છે. પરમાત્મા આ જગતની બહાર રહ્યો છતે જગતમાં વ્યાપેલે છે, તેમ ધર્મદષ્ટિ વ્યવહારની પાર જતી છતાં, વ્યવહારમાં વ્યાપેલી છે. તેમના ધર્મમાં વ્યવહારને સ્થાન છે, અને તેમને વ્યવહાર ધર્મ વિના અપૂર્ણ છે. તેમના ધર્મમાં પરમાર્થ સાથે જ ઐહિક અર્થને પણ સ્થાન છે. જીવનની આ દષ્ટિ કે ફિલસૂફી ચરિતાર્થ કરવા, તેમણે “વસનત” માસિક કહાડયુ. તેનાં મુદ્રાવાકયોમાં સત્યને અને ધર્મને પ્રમાદ ન કરે એની સાથે કુશળને અને ભૂતિને પ્રમાદ ન કરે એમ પણ કહ્યું છે. આપણા દેશમાં જે શિક્ષણ અપાય છે તેમાં ધર્મશિક્ષણને સ્થાન નથી, અને બીજી પણ ઘણું ખામીઓ છે તે પૂરવાને માટે સાહિત્યકારા એક યુનિવર્સિટીનું કાર્ય કરવાની અભિલાષાથી તેમણે “વસન્ત” પત્ર કહાડયું હતું. અને એ પત્રદ્વારા આપણને આ સર્વ સાહિત્ય મળ્યું છે.