________________
માયાવાદ
૧૧૧
અનુકુલ સાધનપ્રાપ્તિ એ આવશ્યક ગણે છે. એ સાધન પ્રાપ્તિમાં અત્યાચાર થઈ સાધ્યનું વિસ્મરણ થઈ જાય એ ભાયાવાદને અન્ય નીતિવાદ જેટલું જ
અનિષ્ટ છે. ઉદાહરણ તરીકે, અરણ્યવાસ વૈરાગ્ય આદિ સાધને પરમાત્મચિતનને અને એ દ્વારા પરમાર્થભૂત નીતિસ્વરૂપને અનુકૂલ અને આવશ્યક છે, અને તેટલે અંશે ભાયાવાદને ગ્રાહ્ય છે. પરંતુ એમાં અત્યાચાર થઈ સાધ્ય સિદ્ધ કરવાને બદલે સાધનના અનુસરણમાં જ જે સર્વ યત્ન પરિસમાપ્ત થઈ રહે તે હાનિ છે, એ વાત પણ એટલી જ ગ્રાહ્ય છે.
ભાયાવાદને યથાર્થરૂપે સમજી લેતાં એમાં કોઈપણ પ્રકારના અત્યાચારને સંભવ નથી એ આપણે હમણું જ જોઈશું. પણ તે પહેલાં એટલું કહેવું
અત્રે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે અમુક પ્રવૃત્તિ સાધ્યપર્યવસાયિની છે કે માત્ર સાધનમાં જ ગ્રસ્ત છે એનો નિર્ણય વ્યક્તિના અનુભવ ઉપરથી કરવાનો નથી, પણ જનસમષ્ટિમાં અમુક વ્યવસ્થા સાયને અનુકૂલ છે કે પ્રતિકૂલ એ જોવાનું છે. ઉપર બતાવેલો અત્યાચાર બૌદ્ધ ધર્મમાં કેવો સાધારણ થઈ પડયો હતો એ સર્વવિદિત છે. અને એ વિચારતાં “સતત વાર્ય કાર્ય શરમાવર'—એ શ્રીમદ્ભગવદ્ગીતાના ઉપદેશનું ગૌરવ સમજાશે. તે સાથે સંન્યાસને સર્વથા અનિષ્ટ માની આશ્રમવ્યવસ્થામાંથી કાઢી જ નાંખો એ પણ ખોટું છે, અને તેમ કરવા ગીતાનું તાત્પર્ય નથી. $ હાની નાની બાબતમાં વૈરાગ્ય આચરવાથી પણ કેવો લાભ થાય છે એ છે, જેમ્સ વીમાનું દૃષ્ટાન્ત આપીને બહુ સારી રીતે સમજાવે છે. એ કહે છે કે જ્યારે વિકાર રૂપી પ્રચડ અગ્નિ પ્રજવળે છે ત્યારે વીમામાં ભરણું જેવા હાના ન્હાના ત્યાગ પણ આત્મસમૃદ્ધિ જાળવી રાખવા બહુ ઉપયોગી થઈ પડે છે.
" Asceticism of this sort is like the insurance which a man pays on his house and goods. The tax does him no good at the time, and possibly may never bring him a return. But if the fire does come, having paid it will be his salvation from ruin. So with the man who has daily insured himself to habits of concentrated attention, energetic volition, and selfdenial in unnecessary things. He will stand like a tower when everything rocks round him, and when his softer fellowmortals are winnowed like chaff in the blast.” Prof. W. James' "Principles of Psychology," Vol. I. p. 126.