________________
ભાયાવાદ
૧૦૯ તેટલા માટે અત્રે બાધિત અનુભવનું બાધિતત્વ અત્યંત તીવ્ર થઈ પરાકાષ્ટાએ પહોંચે છે. આ અનુભવવિધ પણ વસ્તુતઃ વિરોધને આભાસ જ છે, કેમકે આપણે જોઈ ગયા તેમ ભાયાવાદનુ સામાન્ય રીતિએ એમ કહેવું નથી કે આ જગત દેખાય છે તે નથી દેખાતું; એનું તે વિશેષતઃ કહેવું છે કે આ જગત દેખાય છે તે, બ્રહ્મદર્શન થતાં, જગતરૂપે નથી દેખાતું. અને આ સિદ્ધાન્ત અનુભવથી નિબધ છે.
૩ આ વાદને કવચિત્ અનીશ્વરવાદ ગણવામાં આવે છે પણ (૧) યથાર્થ રીતે વિચારતાં તે ઈશ્વરને મહિમા માયાવાદ વિના પ્રકટ જ થઈ શકતો નથી. ઈશ્વર અને તેની સાથે જગત , કે જગત અને જીવ, એમ બે વા ત્રણ પદાર્થ માની તત્ત્વવિચાર અટકી શકે ખરે? પદાર્થની અનેકતા ટાળી તેની પાછળ એક્તાનું સૂત્ર શોધી લેવું એ જ તત્ત્વચિંતનને ઉદ્દેશ છે, અને તેથી ઉક્ત બે ત્રણ પદાર્થ, જેમાં તમે ઈશ્વરનો અંતભાવ કરે છે તેની પર એવું સત્ત્વ હોવું જોઈએ કે જેથી એ સર્વને ખુલાસે થઈ શકે, અને જે આ રીતે ઈશ્વરથી પર જવાય વા પર જવા આકાંક્ષા રહે તે પછી ઈશ્વરનું ઈશ્વરત્વ, એટલે એનું સર્વસંમત પરાકાષ્ટા” પરાગતિ” “પરમઅવધિ” પરમનિદાન ઈત્યાદિ પદેથી નિર્દિષ્ટ ઈશ્વરસ્વરૂપ, ક્યાં રહ્યું? (૨) ભક્તને આત્મા, જે અદ્યપર્યન્ત પિતાની અને પ્રભુની વચ્ચે જગત-રૂપી એક અંતરાય અનુભવતા હતા, તે, જગતને બ્રહ્માની માયારૂપે ગ્રહણ કરતાં, બ્રહ્મનું અવ્યવહિત સાંમુખ્ય અનુભવીને આનદે છે. અત્રે એટલું જ સમજી લેવાનું છે કે જગતને આવિર્ભાવ માત્ર ભાયા જ નથી, પણ બ્રહ્મની માયા છે, અને એ બ્રહ્માને વિકાર કે બહિર્ભુત કાર્ય નથી, પણ માયા છે. આમ બ્રહ્મ અને માયા એમ ઉભય પદ ઉપર ભાર મૂકી વિચારી જોતાં સ્પષ્ટ થશે કે વેદાન્તી જગતથી પર તત્ત્વ સ્વીકારે છે, અને એ પરતત્વને જગત સાથે, વસ્તુસ્થિતિમાં તેમ જ જ્ઞાનમાં, ખરું જોતાં અવિષ્ય અને તાત્ત્વિક સંબધ છે એમ માને છે. અર્થાત, જગતથી પર (Transcendent) હાઈ જગતના અન્તરમાં (Immanent) એ વિરાજમાન છે એમ વેદાન્તસિદ્ધાન્ત છે પણ આ અંતરમાં હોવું તે જડની માફક બહિ સંબધ વડે સંભવતું નથી, માટે બ્રહ્મની સત્તાથી જ જગતની સત્તા બની રહે છે એમ : “यःसर्वेषु भूतेषु तिष्ठन् सर्वेभ्यो भूतेभ्योऽन्तरो यं सर्वाणि भूतानि न विदुः यस्य सर्वाणि भूतानि शरीरं यः सर्वाणि भूतान्यन्तरो यमयत्येष त आत्मान्तर्याम्यमृतः" वाज० ब्रा० उ०