________________
૧૫
ફરક છે. 'આનંદશંકરની ધર્મભાવના પહેલેથી અંત સુધી એકસરખી શુદ્ધ રહેલી છે. આનદશકર શાંકર્ મતની ચર્ચામાં સ્પષ્ટ કહે છે કે પ્રાણાયામાદિ પ્રક્રિયાએ ગમે તેટલી ઉપયેગી અને નિર્દોષ હાય પણ તેને ધર્મ-સાથે સંબંધ નથી.૧૧ મણિલાલને વેગસિદ્ધિઓને શાખ છે. એટલું જ નહિ. પણ તેમના કેટલાક ખીજા પણ શાખા તેમની ધમઁચર્ચામાં ઘૂસી જવા પામ્યા છે. સિદ્ધાન્તસારમાં૧૨ યજ્ઞની ચર્ચામાં તેઓ કહે છે
ચજ્ઞમાં જે અર્પણબુદ્ધિ પ્રધાન છે, તે બુદ્ધિથી જ, આવા મેધના ખુલાસા થઈ શકે છે.........પેાતાને બદલે પશુનું જ અર્પણ કરી, યજમાન, દેવતાને સાધે છે. વળી એમ પણ માનવું છે, કે મેધ્યપશ્વાદિ સ્વર્ગે જાય છે. સામાદિપાન પણ એવા જ આશયવાળાં છે. સામ, અમૃત, દેવતાના જ પીવાના પદાર્થ, પીધાથી બ્રાહ્મણાનાં આંતરચક્ષુ ખુલી જતાં, અને તેમને દેવતાઓ પ્રત્યક્ષ થઈ ફલ આપતા, તથા તે અમરત્વ પામતા. આજ પણ, ફકીર, ચેાગી, ઇત્યાદિ મસ્તજ્ઞાનીઓમાં, હાશીશ, ગાજે, ભાંગ ઇત્યાાદ, માદક, અને તેથી ઇન્દ્રિયા તથા મનને કાઈ વિલક્ષણ પ્રત્યગ્દષ્ટિ કરાવવાને સમર્થ, પદાર્થોનું સેવન પ્રચલિત જ છે. અહીં માદક પદાર્થીના ઉલ્લેખ પણ લેખકના શોખ ( નિર્બળતા ?) જ બતાવે છે.
એક ખીજો ભેદ પણ નોંધવા જેવા છે જે મણિલાલના પેાતાના કથન ઉપરથી સ્પષ્ટ થાય છે. સિદ્ધાન્તસારની પ્રસ્તાવનાના અંતભાગમાં તેઓ કહે છે :
પ્રાચીન અદ્વૈત આજકાલના સુધારા આગળ ગુનેગારના પાંજરામાં છે, તેની અને તેના ‘ જડજ’ની જગાની ફેરબદલી કરાવવી એટલી જ મારી વકીલાત છે, તેમ થયા પછી જે ન્યાચાધીશ થશે તે જ આચાર્યં થઈ · શું કરવું ’ તે બતાવશે. એક રીતે મણિલાલનું આ ઘણુ જ આર્ત કથન છે. આ કથન નીચે તેમનું ઉદાત્ત દેશાભિમાન આપણે જોઈ શકીએ છીએ, જે તેમની સમસ્ત સાહિત્યપ્રવૃત્તિમાં એતપ્રેાત હતું. સિદ્ધાન્તસારમાં તેઓ એક જગાએ૧૩ લખે છેઃ
જે જે પ્રજા પેાતાની પ્રાચીન મહત્તાથી ભ્રષ્ટ થતાં તે મહત્તાને વિસરી જઈ, પેાતાની હીનતા સ્વીકારતી ચાલે છે તે તે પ્રજા નિર'તર અધેાગતિને પામતી જાય છે, એવું ઈતિહાસના અનેક દૃષ્ટાન્તથી સિદ્ધ થાય છે. અંગ્રેજો શાસક થયા માટે આપણી ધૃષ્ટતમ વસ્તુએ ઉપર ટીકા કરે, તેના ઉપહાસ કરે, એ નીચી મૂડીએ સહન કરી લેવામાં તેમને ધણી હીણપત લાગતી. અને માટે જ તેઓ આપણાં દર્શનાની અને આપણા ધર્મની મહત્તા વારવાર પડકારી પડકારીને કહે છે. પણ એમ કરવામાં તેઓ પાતે કહે છે તેમ તેમણે વકીલની પતિ અખત્યાર કરી. એથી એમની
૧૧. પૃ. ૩૭૫ ૧૧. પૃ. ૯૧ ૧૩. પૃ. ૩૨૩