________________
૮૪.
શ્રીમદ્ભગવદ્વતા “આ બધાં મારાં સગાં! એમને હું કેમ મારૂં?! મારું તે નરકે જાઉ!' એવા બહારથી ડહાપણ ભરેલા પણ વસ્તુતઃ તદ્દન ખોટા જ દૃષ્ટિબિન્દુથી ઉપજી આવેલા વિચારે અર્જુનને શંકા અને કાર્પણ્યના ગર્તમાં ડુબાવ્યો છે. હવે, જેના મનમાં સારા ખોટાને વિવેક જ ઉદય પામ્યું નથી, અને જેની જીવનનૌકાને કામક્રોધ લોભ મેહ વગેરે પ્રચંડ વાયુઓ ગમે ત્યાં ઘસડી જાય છે એવા પામર જનને માટે તે શાત્રે કરેલી પાપ-પુણ્ય સ્વર્ગ-નરક આદિની વ્યવસ્થા બહુ ઉપયોગી છે. પણ જેને એ વિવેક એક વખત પ્રાપ્ત થયો છે–અર્જુનને થયો હત–તેને એ વ્યવસ્થાની પાર રહેલું આધારભૂત તત્ત્વ સમજવાનો અધિકાર છે, આવશ્યક્તા છે. બાળક ગુણાકાર ભાગાકાર ગુરુએ બતાવેલી અમુક રીતે કર્યા કરે છે, અને એ રીતે ખરે જવાબ મેળવે છે, તથા બજારને ન્હાને હાને વ્યવહાર કરવો હોય તે તે પણ કદાચ બરાબર કરે છે. પણ જ્યારે હેટી ઉમ્મરે એ રીતનાં કારણ સમજે છે ત્યારે જ તે એ રીત ખરી રીતે સમ ગણાય છે, અને ત્યારે જ તે મેટા ગૌરવવાળા વ્યવહારમાં પણ યોગ્ય વર્તન કરી શકે છે. આ પ્રમાણે પ્રકૃત વિષયમાં પણ છે. “મારવું એ ખેટું, સગાં સંબધીને મારવાં એ ઘણું ખાટું, અને એમ કરનાર નરકે જાય' એ વાત સાધારણ રીતે સારી અને ઉપયોગી છે, પણ એમાં પ્રતીત થતી, કર્તવ્યતા શી રીતે ઉપજે છે, કર્તવ્યતાને અર્થ શો છે, તથા એ ઉત્પત્તિ અને અર્થ ઉપર દષ્ટિ રાખીને વિચારી જતાં આપણું સામાન્ય વિચારમાં કેટલો ફેરફાર કરવાની જરૂર છે–ટુંકામાં, તત્ત્વ (Principle) શું છે, અને એની નિયામક વસ્તુસ્થિતિ (Limitations) શી છે એનો વિચાર કરીને કર્તવ્ય સંબધી નિશ્ચય ઉપર આવવા ભગવાનને અર્જુનને ઉપદેશ છે. તત્ત્વજ્ઞાનનું કામ જ એ છે.
એટલું ધ્યાનમાં રાખવાનું છે કે વ્યવહાર અને પરમાર્થ અથવા તે લોકબુદ્ધિ (Common Sense) અને તત્ત્વજ્ઞાન (Philosophy) એ એકએકથી તદ્દન વિયુક્ત નથી. વ્યવહારમાં એક, અને પરમાર્થમાં બી. એમ બે સાથે સાથે પરસ્પરવિરુદ્ધ સિદ્ધાન્ત મૂકીએ તે મનુષ્યને કર્તવ્યતાને એક નિશ્ચિત માર્ગે જડે જ નહિ–બે ભાર્ગ વચ્ચે એ મઝાઇને ઉભા રહે, અથવા તે એને બંનેમાં ખોટાં રૂપ જ હાથ લાગે, આપણી વેદાન્તની પરિભાષામાં બોલીએ તે, માયા અને બ્રા ઉભયને એક એકથી જુદાં રાખતાં દ્વતાપત્તિ પ્રાપ્ત થાય. પણું વસ્તુતઃ આવું Àત વિચારમાં ઠરી.