________________
૭૨
અષ્ટાદશશ્લેકી ગીતા
એમ નથી. ભેદને ટાપલા નીચે ઢાંકી દેવાનું નથી, પણ એગાળી નાંખવાનો છે. ભેદને માત્ર વિસારી જવાને નથી, પણ ભેદને સમતામાં–અભેદમાં–લય કરવાનો છે, અથત ભેદમાં અભેદાનુભવ કરતાં શીખવાનું છે. માટે ભેદમાં અભેદાનુભવ શી રીતે કરાય એની એક યુક્તિ બતાવે છે –
રાપવુદા પ્રતિદત્તા आत्मसंस्थ मनः कृत्वा न किंचिदपि चिन्तयेत् ॥ ६ अ० २५ प्रलो.
. (આત્મસંયમ ) [“વૃતિગૃહીત બુદ્ધિથી ધીમે ધીમે ઉપરમવું મનને આત્મસંસ્થ કરી કિચિત પણ ચિંતવન કરવું નહિ.”]
ઉપર કહ્યું કે “કશાનું પણ ચિતવન કરવું નહિ.” એ ઉપર પ્રશ્ન થશે કે ત્યારે તે જડતા પ્રાપ્ત કરવી એ જ વેદાન્તને પરમ ઉપદેશ જણાય છે. પ્રશ્નને ઉત્તર કે એમ નથી. “કશાનું પણ ચિતવન કરવું નહિ.” એમ કહે વાનું તાત્પર્ય એવું છે કે બ્રહ્માતિરિક્ત કઈ પણ પદાર્થનું ચિતવન કરવું નહિ, અર્થાત વસ્તુતઃ સર્વ પદાર્થ બ્રહ્મરૂપ જેવા, વૃત્તિમાત્રને બ્રહ્મવિષયા કરવી, બ્રહ્મરસથી ભરવી, બ્રહ્મરૂપા કરવીઃ અર્થાત, આરંભમાં ચંચલ વૃત્તિઓને નિયમમાં લાવવા માટે એને નિરાધ કરે. (જે, ઉપરના
કમાં બતાવ્યા પ્રમાણે મનને આત્માભિમુખ, “આત્મસંસ્થ” કરવાથી થાય છે.) પણ પછી એ વૃત્તિઓને બ્રહ્મવિષયા કરી, પરિણામે બ્રહ્મરૂપા કરવી; પણ અત્રે શંકા થશે કે બ્રહ્મને વૃત્તિવિષય શી રીતે કરી શકાય? ઉત્તરન જ કરી શકાય, કારણ વૃત્તિઓ પણ એની જ બનેલી છે. પણ ચૈતન્યમાં એવી વિલક્ષણતા પ્રતીત થાય છે કે એ પિતે વિષય અને વિષયી ઉભય થઈ શકે છે! આમ હોવાથી વૃત્તિઓ બ્રહ્મરૂપ હોવા છતાં બ્રહ્મને વિષય કરે છે. જેમાં સમુદ્રને એક તરંગ બીજા તરંગ સાથે અથડાય, અને એમાં મળે, કાંઈક એવી રીતે.
માટે જે બ્રહ્મને ચિંતવનને વિષય કરવાનું, તેનું ચિંતવનાગ્ય સ્વરૂ૫ બતાવે છે. * “કાંઈક'– કારણ કે ચિતન્ય-બ્રહ્મનું સ્વરૂપ દર્શાવનારું યથાર્થ દષ્ટાન્ત તે જડ વસ્તુઓમાં મળવું જ અશક્ય છે.