________________
વ્યવહાર અને પરમાર્ચ , તેથી સામાન્ય અશિક્ષિત વર્ગના ધર્મથી જ દેશની ધાર્મિક ભાવના સચવાઈ રહે છે. આ સ્થિતિમાં ફેરફાર થવાની બહુ જરૂર છે. ધર્મમાં જીવ હશે તે જ અર્થ અને કામમાં જીવ આવશે-કુવામાં પાણું નહિ હેય તે હવાડે કેટલી વખત ભર્યો રહેવાને હતે? આપણે કુવો પાતાળ કુવો છે–એમાં પાણું કદી પણ ખૂટવાનું નથી; પણ યોગ્ય સંભાળ નહિ લો એ નહિ ચાલે. કુ માટી કચરાથી પૂરાઈ ગયા હોય તે તે ગળા. એમાં કહેવડામણું દેખાતું હોય તે તે કઢાવી નાંખી સ્વચ્છ કરે. બહેળાં અને સ્વચ્છ પાણીથી તમારાં અર્થ અને કામનાં ખેતરે ગ્ય સમયે અને યોગ્ય માપમાં પાશે તે એને પાક સારો ઉતરશે. જમીન ચૂસે, વાવેતરનાં મૂળ ચૂસે, તે કરતાં અધિક પાણું ઢાળીને જમીન બગાડશો નહિ, વાવેતરને કહેવડાવશો નહિ. પણ પાણી વિના ખેતરે સૂકાવા દેશો પણ નહિ. - [વસન્ત, ફાલ્ગન વિ. સંવત ૧૯૬૭.]