________________
પ૬
વ્યવહાર અને પરમાર્થ
વ્યવહાર અને પરમાર્થ
ગયા અંકમાં–અમે ધર્મ અર્થ અને કામ એ ત્રિવર્ગ પુરુષાર્થમાં ધર્મનું સ્થાન ક્યાં છે એ બતાવ્યું. અન્ય બે પુરુષાર્થ કરતાં ધર્મની વિશિષ્ટતા એ છે કે ઉત્તરાવસ્થામાં જ્યારે એ બે પુરુષાર્થે ગૌણતાને ગ્ય થાય છે ત્યારે ધર્મ આગળ પડી સવિશેષ આદરને પાત્ર બને છે. તેમાં ઉત્તરાવસ્થાને ધર્મ તે પૂર્વાવસ્થાના ધર્મથી તદ્દન ભિન્ન નથી, પણ પૂર્વાવસ્થાને ધર્મ જ ઉત્તરાવસ્થામાં પરિપાકદશાને પામે છે અને મૃગશિરને વા વાતાં જેમ કરી મીઠી બને છે, તેમ પ્રભુના દ્વાર સમીપ આવતાં ધર્મ કાઈક અનેરી મીઠાશ ધારણ કરે છે. એ અવસ્થામાં અર્થ અને કામ સાથેનો એને સંબન્ધ ક્ષીણ થઈ એ શુદ્ધ રૂપે પ્રકાશે છે, અને તે વખતે એ “સંન્યાસીને નામે ઓળખાય છે; પણ આ સ્થિતિ સામાન્ય જનમાં દુર્લભ છે. તેથી એ સ્થિતિને વિચાર હવે પછીથી કરવાને રાખી, પૂર્વાવસ્થામાં ધર્મ જ્યારે અર્થ અને કામ સાથે જોડાએલો હોય છે તે વખતે એનું સ્વરૂપ શુદ્ધ કેવું હોય છે અને તે બીજા બે પુરુષાર્થ સાથે કેવી જાતને સંબન્ધ ધરાવે છે એ વિશે આજ વિચાર કરીશું.
આરંભમાં જ સર નારાયણ ચંદાવરકરે એક ભાષણમાં ટાંકેલો પિતાને અનુભવ અમને યાદ આવે છે. સર નારાયણ કહે છે કે “એક દિવસ રજાના દહાડામાં હું પૂના પાસેના એક ગામ બહાર ફરવા નીકળ્યો હતે. સૂર્યને લાલ પ્રકાશ ખેતરે ઉપર પથરાએલો હતો અને સઘળું શાન્ત હતું, મારી આગળ એક બાઈ આસપાસ ખેતરમાંથી છાણ લઈ પાસે મૂકેલી ટોપલીમાં ભરતી જતી હતી. એટલામાં મારી પાસે થઈને એક માણસ તથા બે જુવાન છોકરા નીકળ્યા. પેલા માણસે કરાઓને કહ્યું: “આપણે દુનીઆમાં શું કરવું છે? મહેનત કરવી, પેટ ભરવું અને ગુપચુપ બેસી રહેવું.” આ શબ્દો સાંભળીને હું બોલ્યો “ભાઈ! આ છોકરાઓને દુનીઆને આ હલકે ખ્યાલ કેમ આપો છો? મહેનત કરવી અને પેટ ભરવું તે સિવાય શું બીજું કાંઈ જ કરવાનું નથી?” એણે ઉત્તર દીધેઃ “ભગવાનનું સ્મરણ કરવું એ તો ખરું જ તે.” પછી પેલી બાઈ મારી સાથે વાતમાં ભળી અને કહ્યું: “ભાઈ ઠીક કહો છેઃ નહિ તે પરમેશ્વર આપણને અન્ન કેમ આપે ?' મેં કહ્યું: “પણ ભગવાનનું ફક્ત સ્મરણ કરીશું તેથી એ અન્ન કેમ આપશે?” પેલી બાઈએ તુરત જવાબ વાળ્યો: