________________
પુરુષાર્થ
નથી-સર્વેની યેગ્યસંઘના કરવાની છે. જે સંઘટનાને અભાવે આપણું જીવન કદરૂપું અને ખેડીલું–અને તેમાં પણ જે ધર્મનું તત્ત્વ વીસારવામાં આવે તે નિરર્થક અને મૃતપ્રાય–થઈ જાય છે.
મહાકવિ કુમારદાસના “ જાનકીહરણમાં વિશ્વામિત્ર રામ-લક્ષ્મણને લઈ જનકરાજાને ત્યાં જાય છે અને ત્યાં આરંભમાં ઋષિ રાજાને કેટલાક કુશલપ્રશ્ન પૂછે છે. તેમાં એક પ્રશ્ન એવી મતલબને છે કે-હે રાજા ! યુવાવસ્થામાં તે ધર્મ અર્થ અને કામ સરખી રીતે સેવ્યા છે ? અને હવે તું વૃદ્ધાવસ્થાએ પહોંચે તે અર્થ અને કામ કરતાં ધર્મને આગળ પાડે છે?
"येनादौ त्रिवर्गस्य कच्चित् साम्यं गतधिरम् । धोऽध वयसो वृद्धया सह संवर्धते तव ॥"
આ પ્રશ્નમાં વ્યવહાર અને પરમાર્થના સંબધ પરત્વે આપણા પ્રાચીન પૂર્વજોના શા વિચાર હતા એ યથાર્થ રીતે દર્શાવાય છે.
(૧) ધર્મ એ મનુષ્યજીવનને પ્રધાન ઉદેશ યાને પરમ અર્થ (પ્રયોજન) હેઈ સર્વના અગ્રસ્થાને છે. પરંતુ એ ઉદ્દેશ પણ “અર્થ” (દ્રવ્ય) અને “કામ” (સુખ)ના યોગ્ય સંપાદન વિના સિદ્ધ થવો અશક્ય છે.
અર્થ” (દ્રવ્ય)ના તિરસ્કારથી ધર્મ કેવું સ્વરૂપ લે છે એનું પ્રત્યક્ષ દષ્ટાન્ત આપણુ આળસુ બાવાઓનાં ઝુંડ છે; અને “કામ” (સુખ)ના ત્યાગથી વૈરાગ્યને ભૂખર વા જીવનની વાડીને વેરાન કરી નાંખશે તે પછી ધર્મરૂપી મીઠાં ફળ આપણે ક્યાં જોઈશું? અત્રે એ પણ સ્મરણમાં રાખવું કે આ “ધર્મ –શબ્દના અર્થમાં નીતિ અને નીતિનું અધિષ્ઠાન (સાંકડા અર્થમાં) ધર્મ યાને ઈશ્વરનિષ્ટા એ બંનેને સમાવેશ થાય છે. અને તેથી જેમ સામાન્ય રીતે “અર્થ” અને “કામથી વિહીન ખરી ઈશ્વરનિષ્ટા અશક્ય છે, તેમ “અર્થ' અને “કામ” વિના નીતિ પણ અશક્ય છે. બિચારા દરિદ્ર માણસની નીતિ કેટલે સુધી પહોંચવાની 2 બહુ તે અભાવાત્મક કે હદયમાત્રની નીતિ એ આચરી શકે–પણ જ્યાં રોગ ભૂખ વગેરેથી પીડાતાં પિતાનાં કુટુંબજનનાં કે મનુષ્યબધુઓનાં સંકટો એ જોશે ત્યાં એનું હદય ચીરાશે. પણ એ સંકટો ટાળવાના ઇલાજો એ શી રીતે લઈ શકવાનો હતો? ત્યારે શું દરિદ્ર માણસને માટે નીતિની ઉત્તમ ભાવના સિદ્ધ કરવાને અવકાશ જ નથી?–એમ તમે પૂછશે. આનો ઉત્તર કે દરિદ્ર માણસ પણ ઉપદેશ વગેરેથી અર્થવાન-ધનિક–પાસે એના ધનને ઉપયોગ કરાવી-ઇસ્પિતાળ ધર્મશાળા વગેરે સ્થપાવી–પિતે બધુજનનાં દુઃખો ટાળે, અને આ