________________
આશ્રમવ્યવસ્થા
બરાબર નથી. પ્રાચીન બ્રહ્મચર્યાશ્રમમાંથી, વર્તમાન સમયમાં બાલકને કેમ કેળવવાં અને કેવા નિયમો પળાવવા એ સંબધે બહુ ઉપયોગી ઉપદેશ મળે એમ છે. ગૃહસ્થાશ્રમ આજકાલ પાશવજીવન જે થઈ રહ્યો છે તેને બદલે એમાં પરાર્થતા અને ધાર્મિકતા લાવવા માટે પ્રાચીન ગૃહસ્થાશ્રમ નમૂનારૂપ છે. આજકાલ સ્ત્રીપુરૂષએમનું સમસ્ત જીવન વિષપભેગમાં અને દ્રવ્યાપાર્જનની ચિન્તામાં વ્યતીત કરે છે, એથી લગ્નની અને જીવનની ભાવનાને હાનિ પહોચે છે. લગ્નને પરમ ઉદ્દેશ સિદ્ધ થતો નથી, જીવનને પરમ ઉદ્દેશ સિદ્ધ થત નથી–અને પશુના જેવું જીવન મરણ પર્યન્ત વહ્યું જાય છે, એ દોષ દૂર કરી સ્ત્રીપુરુષના સંબન્ધનું અને તે સાથે મનુષ્યજીવનનું પરમ પ્રયજન સિદ્ધ કરવાને માર્ગ તે વાનપ્રસ્થાશ્રમ છે. અને એની પરાકાષ્ઠા સન્યાસાશ્રમમાં પ્રાપ્ત થાય છે એ સર્વ આશ્રમને, કાંઈકે કાંઈકે બાહ્ય ફેરફાર સાથે, હાલના સમયમાં ફરી ઊભા કરવા અશક્ય નથી.
[વસત, વિ. સં. ૧૯૫૯, આશ્વિન ]