________________
આશ્રમવ્યવસ્થા
ભેદની પાર જઈ એક આત્મારૂપે રહેવાની છૂટ હતી. “જીવન્મુક્તિવિવેક” નામના ગ્રન્થમાં વિદ્યારણ્ય મુનિ ઠીક જણાવે છે –
" अस्मिश्च त्यागे स्त्रियोऽप्यधिक्रियन्ते । भिक्षुकीत्यनेन बीणामपि प्राग्विधाहावा वैधव्यादूर्ध्व वा संन्यासेऽधिकारोऽस्तीति दर्शितम् । तेन भिक्षाचर्य मोक्षशाश्रवणमेकान्त आत्मध्यानं च ताभिः कर्तव्यं त्रिदण्डादिकं च धार्यम् । इति मोक्षधम चतुर्धरीटीकायां सुलभाजनकसंवादः॥ शारीरकभाष्ये वाचत्रवीत्यादि श्रूयते। देवताधिकरणन्यायेन विधुरख्याधिकारप्रसङ्गत्वेन तृतीयाध्याये चतुर्थपादे ॥ अत एव मैत्रेयोवाक्यमाम्नायते-' येनाहं नामृतास्यां किमहं तेन कुयों यदेव भगवन वेत्थ तदेव मे ब्रूहि' इति ॥"
તાત્પર્ય કે સંસારત્યાગને સ્ત્રીઓને પણ અધિકાર છેઃ ભિક્ષાચ, મેક્ષ, શાસ્ત્રશ્રવણુ અને એકાન્તમાં આત્મધ્યાન સ્ત્રીઓએ પણ કરવું અને ત્રિદંડાદિક ધારણ કરવાં, ઉપનિષતકાળમાં મૈત્રેયી સુલભા તેમજ વયુના ધારિણું વગેરેનાં દૃષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે, અને ત્યાર પછી પણ લાંબા વખત સુધી એ દૃષ્ટાન્તોનું અનુમોદન થતુ જોવામાં આવે છે. કાળ જતા, જે કારણે એ વાનપ્રસ્થાશ્રમને ઉચ્છિન્ન કર્યો એ જ કારણે સ્ત્રીઓના સંસારત્યાગમાં પણ પ્રતિબન્ધ થયાં. પ્રથમ તે, સંન્યાસાશ્રમમાં સ્ત્રીપુરુષોને સ્વતન્મ અને સરલ સહવાસ એક કઠિન નિયમરૂપ-અસિધારાવૃતરૂ૫–થવા માંડયો હશે, અને આખરે અવિદ્યાનું પ્રાબલ્ય થતાં એમાંથી વ્રતભંગ અને અનાચાર ઉદભવવા માંડેલા, એટલે રાસ્ત્ર કારોએ યુગધર્મ વિચારી સ્ત્રીપુરુષના પ્રકૃતિજન્ય ભેદને ભાન આપ્યું. બૌદ્ધ શાકાએ સ્ત્રીઓ અને પુરુષો માટે જુદા વિહારમઠ સ્થાપ્યા, છતાં અનાચાર નષ્ટ ન થ, બ્રાહ્મણ શાસ્ત્રકારોએ સ્ત્રીઓ માટે સંસારમાં રહી મુક્તિ સાધવાને વિધિ બાંઃ સ્ત્રીને પતિ શિવાય અન્ય દેવ જ નથી, એટલે સુધી વચને રચ્યાં, છતાં પરમાત્માનો રસ ઘણીવાર એવાં કૃત્રિમ બન્ધનને તોડીને વહે એ સ્વભાવિક છે. સ્ત્રીને પતિ શિવાય અન્ય દેવ જ નથી એ સૂત્ર પામર સ્ત્રીઓ માટે રહ્યું, અને દેવ શિવાય અન્ય પતિ જ નથી એવું સૂત્ર મીરાં જેવી સ્ત્રીએ પોતાની વાણમાં અને જીવનમાં પ્રત્યક્ષ કરી આપ્યું. આ રીતે શાસ્ત્રીય સંન્યાસ અને શાસ્ત્રાતીત સંન્યાસ-એમ બે પ્રકારનાં મેન્યાસના રૂપ બન્ધાયાં.