________________
૯૦૪
પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી
સંક્રમ સમયે હોય છે. પરંતુ પુરુષદાદિ ચારમાં દલિકનિષેકરૂપ સ્થિતિ
સત્તા અન્તર્મુહૂર્ણ ન્યૂન હોય છે. પ્ર. ૭૯. ઉદયધઋણા તથા ઉદયક્રમોત્કૃષ્ટ પ્રકૃતિએને ઉદય હોય ત્યારે જ
ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા શા માટે? ઉપરોક્ત પ્રકૃતિઓને જ્યારે ઉદય ન હોય ત્યારે ઉદયના પ્રથમ સ્થિતિસ્થાનમાં રહેલ લિક સ્તિબુક સંક્રમથી અન્ય પ્રવૃતિઓમાં સંક્રમી જાય છે. માટે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વખતે અથવા અન્ય પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સંક્રમ વખતે એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે અને ઉદય હોય ત્યારે પ્રથમ સ્થિતિ સ્થાનનું દલિક સ્વરૂપે વિદ્યમાન હોવાથી એક સમય અધિક સ્થિતિસરા થાય છે. માટે આ બન્ને પ્રકારની પ્રકૃતિઓને ઉદય હોય ત્યારે જ ઉત્કૃષ્ટ સ્થિતિ
સત્તા થાય છે. પ્ર. ૮૦. પ્રથમ ગુણસ્થાને જિનનામકર્મની સત્તા અન્તમુહૂર્ત જ કેમ હોય?
પ્રથમ ગુણસ્થાને નરકાયુ બાંધી પછી ક્ષપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી તેના પ્રભાવથી જિવનામને નિકાચિત બંધ કરી મિથ્યાત્વ ગુણસ્થાને આવીને જ નરકમાં જાય છે અને નરકમાં જઈ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થઈ અંતમુહૂર્તમાં જ સત્તામાં રહેલ જિનનામના પ્રભાવથી અવશ્ય સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. એથી
મિથ્યાત્વગુણસ્થાને અન્તમુહૂર્તાથી વધારે જિનનામની સત્તા ઘટી શકતી નથી. પ્ર. ૮૧. અનેક જ આશયી કેટલાં સત્તાગત સ્થિતિસ્થાને નિરંતરપણે જ પ્રાપ્ત થાય ઉ. એકેન્દ્રિય પ્રાગ્ય જઘન્ય સ્થિતિસત્તાથી આરંભી તે તે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ
સત્તા સુધીના સમય પ્રમાણ સત્તાગત સ્થિતિસ્થાને નિરંતરપણે જ પ્રાપ્ત થાય છે. પ્ર. ૮૨. સત્તાગત અનુભાવસ્થાનના ત્રણ પ્રકારે કયા? અને તેનું કારણ શું?
અંધત્પત્તિક, હત્પત્તિક અને હતતત્પત્તિક-એમ ત્રણ પ્રકારે સત્તાગત અનુભાગ સ્થાને છે. રસબંધના કારણભૂત અધ્યવસાયસ્થાનોથી જે રસસ્થાને થાય છે તે બત્પત્તિક, ઉધના-અપવનારૂપ કરણવિશેષથી જે રસસ્થાને થાય છે તે હતોત્પત્તિક અને રસઘાત દ્વારા જે ફરીથી સત્તાગત અનુ
ભાગ સ્થાને બને છે તે હતતત્પત્તિક અનુભાવસ્થાને છે. પ્ર. ૮૩. ચારિત્રમાણે પશમક અને ચારિત્રહક્ષપક સંબંધી ગુણશ્રેણિઓ નવમા
દશમા ગુણસ્થાને કરે એમ જણાવેલ છે. પરંતુ અપૂર્વકરણ ગુણસ્થાનકે સ્થિતિ વાતાદિ પાંચે અપૂર્વ પદાર્થો કરે છે. એથી અપૂર્વ ગુણશ્રેણિ પણ કરે છે.
એમ નકકી થાય છે. તે આ ગુણશ્રેણિને અગિયારમાંથી કઈ ગુણશ્રેણિમાં • સમાવેશ થાય?
-