________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી
૮૫
પ્ર. ૪૫, અનાદિ મિથ્યાષ્ટિ પ્રથમ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ વખતે જેમ અતર
કરણ કરી મિથ્યાત્વની સર્વોપશમના કરે છે. તેમ અંતરકરણ કરી અનંતાનુબધીને ઉપશમ કરે કે ન કરે? મિથ્યાત્વની જેમ અંતરકરણ કરી અનંતાનુબંધિને પણ ઉપશમ કરે એમ લાગે છે, પરંતુ તેવા અક્ષરે ક્યાંય જોવામાં કે જાણવામાં આવેલ નથી. છે. છતાં મિથ્યાત્વના ઉપલક્ષણથી અનંતાનુબંધિને ઉપશમ કરે એમ માનવામાં હરકત લાગતી નથી. વળી જે કદાચ ઉપશમ ન કરે તે ક્ષપશમ તે કરે
જ. અન્યથા ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ જ ન થાય. પ્ર. ૪૬. વેદનીય સિવાય સાથે બંધાતાં દરેક મૂળકર્મને સ્થિતિને અનુસાર દલિકનો
ભાગ મળે છે. તે આયુષ્યકમ કરતાં નામકર્મ તથા ગોત્રકમને સ્થિતિબંધ સંખ્યાતગુણ હોવાથી આ બન્ને કર્મને આયુષ્યકર્મ કરતાં સંખ્યાતગુણ દલિક મળવાં જોઈએ તે વિશેષાધિક કેમ કહેલ છે? આયુષ્ય કરતાં નામ અને ગોત્રકમની સ્થિતિ સંખ્યાતગુણ હોવા છતાં આયુષ્યની પ્રધાનતા હોવાથી તથાસ્વભાવે જ આયુષ્યકર્મના સ્થિતિસ્થાનથી જ તેમાં દલિકે ઘણાં ઘણાં ગોઠવાય છે, જ્યારે નામ અને ગોત્રકર્મના પ્રમાદિ સ્થિતિસ્થામાં આયુષ્ય કરતાં ઘણાં ઓછાં ઓછાં દલિકે ગોઠવાય છે. માટે આયુષ્ય કરતાં આ બન્ને કર્મની સ્થિતિ સંખ્યાતગુણ હોવા છતાં દલિકે વિશેષાધિક જ પ્રાપ્ત થાય છે. આ તે પંચમ કર્મગા. ૮૦ની ટીકાનુસાર યુક્તિ માત્ર છે. પરંતુ તે જ ટીકામાં જણાવેલ છે કે નિશ્ચયથી તે અહિં
શ્રી જિનવચન જ પ્રમાણભૂત છે. આ જ પ્રમાણે પછીના પ્રશ્નોત્તરમાં સમજવું. પ્ર. ૪૭. જ્ઞાનાવરણીય વગેરે ત્રણ કર્મો કરતાં મોહનીયને સ્થિતિબંધ સંખ્યાતગુણ
હોવા છતાં તેને દલિકે વિશેષાધિક જ કેમ મળે છે? મેહનીયકર્મમાં માત્ર મિથ્યાત્વ મેહનીય જ સ્થિતિબંધ જ્ઞાનાવરણીય વગેરે ત્રણ કર્મો કરતાં સંખ્યાતગુણ છે. શેષ મોહનીયકર્મની સઘળી પ્રકૃતિઓને સંખ્યાત ગુણ નથી. પરંતુ કેટલીક પ્રકૃતિઓને વિશેષાધિક અને કેટલીક જ્ઞાનાવરણીય આદિ ત્રણથી પણ ઓછો સ્થિતિબંધ છે, તેથી જ્ઞાનાવરણીય
આદિ ત્રણ કર્મ કરતાં મેહનીયને દલિકભાગ વિશેષાધિક જ મળે છે. પ્ર. ૪૮, બીજા કર્મોની જેમ વેદનીયકર્મનાં પુદગલો ડાં હોય તે સ્પષ્ટ અનુભવ
કેમ ન થાય? ઉ. વેદનીયકર્મનાં પુદગલો ચાર પ્રકારના આહારમાંથી અશન જેવાં અને શેષ
કર્મનાં પુદગલે સ્વાદિમ આહાર જેવાં કહેલ છે તેથી જેમ-દાળ, ભાત, શાક,
ઉ૦