________________
૮૯૨
પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી પ્ર. ૩૩. અનપવર્તનીય અને નિરુપક્રમી આયુષ્યમાં શું ફરક છે?
અનપવર્ણનીય આયુષ્ય નિરુપક્રમી જ હોય છે. ત્યારે નિરુપક્રમી આયુષ્ય અનપત્તનીય અને અપવર્તનીય એમ બન્ને પ્રકારનું હોય છે. આ બંનેમાં
તફાવત છે. ” પ્ર. ૩૪. વામન સ સ્થાનની સ્થિતિ બાબત શું મતાન્તર છે?
મૂળાકારશ્રીએ પાંચમા સંસ્થાન અને પાંચમા સંઘયણની અઢાર કોડાકેડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બતાવી છે. ત્યાં કર્મગ્રંથ તથા આ ગ્રંથના મતે પાંચમાં સંસ્થાન તરીકે “વામન જણાવેલ છે. જ્યારે બૃહસંગ્રહણી આદિ કેટલાક ગ્રંથોમાં વામનને ચોથા સંસ્થાન તરીકે ગણવેલ છે. તેથી તેમના
મતે વામનની ઉત્કૃષ્ટ સ્થિતિ સેલ કેડીકેડી સાગરોપમ પ્રમાણ છે. . પ્ર. ૩૫. કર્મપ્રકૃતિના મતે પિતપોતાની પ્રકૃતિની વગેકૂણ સ્થિતિને મિથ્યાત્વની
ઉત્કૃષ્ટ સ્થિતિએ ભાગતાં એટલે આવે તેટલો તે તે પ્રકૃતિઓને એકેન્દ્રિયને
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે. ત્યાં વગ એટલે શું? ઉ. અહિં સ્વજાતીય કર્મપ્રકૃતિઓના સમૂહને વર્ગ કહેવામાં આવે છે. જેમઃ
મતિજ્ઞાનાવરણ આદિ પાંચ પ્રકૃતિઓનો સમૂહ “જ્ઞાનાવરણીય વગ” કહેવાય છે એજ રીતે દર્શન મેહનીયની પ્રકૃતિ તે દર્શન મોહનીય વર્ગ, કષાય મોહનીય પ્રકૃતિઓને સમૂહ તે કષાય મોહનીય વગ અને નાકષાય પ્રકૃતિએને સમૂહ તે નેકષાય મોહનીય વગ કહેવાય છે. આ પ્રમાણે દરેક
કર્મમાં સ્વયં વિચારી લેવું. પ્ર. ૩૬. શ્વાસોચ્છવાસ એટલે શું? તે એક મિનીટમાં કેટલા થાય?
માનસિક ચિંતા અને શારીરિક વ્યાધિ રહિત નવયુવાન માનવને એક શ્વાસ લેવા-મૂકવામાં એટલે કે નાના એક ધબકારામાં જેટલે ટાઈમ લાગે તેટલા ટાઈમ પ્રમાણ” શ્વાસે શ્વાસ કહેવાય છે. તે એક મિનીટમાં ૭૮ થી
કંઈક અધિક થાય છે. પ્ર. ૩૭. નવમા અને દશમા ગુણસ્થાને અનેક જીવ આશ્રયી પણ વિવક્ષિત સમયે
એક–એક જ અધ્યવસાય હોય છે. તેથી આ બે ગુણસ્થાને આવેલ ત્રણે કાલવતી સર્વ આશ્રયી અધ્યવસાય સ્થાને પણ આ બે ગુણસ્થાનકના કાળના જેટલા સમય હોય તેટલા જ હોય છે, પણ તેથી વધારે નહિ, અને તે ઘણા જ થોડા અસંખ્યાત પ્રમાણ છે. વળી મતિજ્ઞાનાવરણીય વગેરે કેટલીક પ્રવૃતિઓને જઘન્યસ્થિતિબધ ક્ષપકશ્રેણિમાં દશમા ગુણસ્થાનકના