________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી
૮૮૭
ગોત્રની ઉદ્ધલના કર્યા પછી ઘણા કાળ સુધી કેવળ નીચગોત્રરૂપ એકની સત્તા હેય છે. તેથી નીચગવ્ય આશ્રયી એક પ્રકૃતિનું સત્તાસ્થાન અવસ્થિત રૂપે છે. અને તે જ જીવ તેઉકાય-વાયુકાયમાંથી નીકળી અન્ય એકેન્દ્રિયા
દિકમાં જઈ ઉચ્ચત્રને બંધ કરે ત્યારે બેની સત્તારૂપ ભૂયકાર પણ થાય છે. પ્ર. ૧૭. એવું કયુ ગુણસ્થાનક છે કે જ્યાં જેટલી પ્રકૃતિએને ઉદય હોય તેટલી પ્રકૃ
તિઓની ઉદીરણા પણ હોય જ તેમજ પહેલે ગુણસ્થાનકે ઉદય હોવા છતાં કેટલી અને કઈ કઈ પ્રકૃતિની ઉદીરણ ન પણ હોય એવું બની શકે? મિશગુણસ્થાને જેટલી પ્રકૃતિને ઉદય હોય છે, તે દરેક પ્રકૃતિઓની ઉદીરણા પણ હોય જ છે. અને પ્રથમ ગુણસ્થાનકે-ચરમાવલિકામાં ચાર આયુષ્યને, પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં મિથ્યાત્વને તેમજ શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય બાદ ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિદ્વાપંચકને એમ દશ પ્ર.
તિઓને ઉદીરણ વિના કેવળ ઉદય હોય છે. પ્ર. ૧૮. ઉદયના ચરમસમય પછી પણ જે પ્રકૃતિઓની સત્તા હોય છતાં શરમાવલિ
કામાં જેને કેવળ ઉદય હેય પણ ઉદીરણા ન હોય તેવી પ્રવૃતિઓ કેટલી
અને કઈ કઈ? ઉ. મિથ્યાત્વ, પુરુષદ, અને સમ્યકત્વ મોહનીય એ ત્રણ અથવા સ્ત્રીવેદ, નપુંસ
કવેદ અને સંજવલન લેભ સહિત કુલ છ. પ્ર. ૧૯. ઉત્કૃષ્ટથી દેશના પૂર્વક્રોડ વર્ષ પર્યન્ત ઉદીરણા વિના જેને કેવળ ઉદય પણ
હોઈ શકે તેવી પ્રકૃતિએ કઈ કઈ? ઉ. બે વેદનીય અને મનુષ્યાયુ, એમ કુલ ત્રણ પ્ર. ૨૦. ઉદય તથા સત્તાને એકી સાથે વિચ્છેદ થવા છતાં જે પ્રકૃતિએને ઉદીરણા
વિના કેવળ ઉદય આવલિકા કરતાં પણ વધારે કાળ હોય તેવી પ્રવૃતિઓ કેટલી અને કઈ કઈ? મનુષ્યગતિ, મનુષ્પાયુ, વસત્રિક, સૌભાગ્ય, આદેશ્ચિક, ઉચ્ચગોત્ર, તીર્થકર નામકર્મ, પચેન્દ્રિય જાતિ અને બે વેદનીય આ તેર પ્રકૃતિએને ચૌદમાં ગુણસ્થાનકના ચરમસમયે ઉદય-સત્તાને સાથે વિરછેદ હોવા છતાં ચૌદમાં ગુણસ્થાનકના અંતમુહૂર્ત કાળ પ્રમાણુ ઉદીરણ વિના કેવળ ઉદય હોય છે અને તે કાળ આવલિકાથી વધારે છે. વળી આ તેરમાંથી મનુષ્પાયુ અને બે વેદનીયને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ સુધી પણ ઉદીરણા વિના ઉદય હોઈ શકે છે.